આજના તાજા સમાચાર ગુજરાત, News.Gujarati : નડિયાદ Nadiad, ગુજરાત Gujarat : ગુજરાતમાં દુષ્કર્મ કેસને લઈ એક આરોપી કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે. સજા પામનારે 7 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચર્યું હોય નડિયાદ કોર્ટે પોક્સોના આરોપીને ફાંસીની સજાનો આદેશ આપ્યો છે. કઠલાલના લસુન્દ્રા ગામની સગીર બાળા પર આરોપીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
નડિયાદ કોર્ટે 3 માર્ચ 2021 ના રોજ 7 વર્ષની બાળા પર લાલચ આપી દુષ્કર્મ આચર્યાના કેસ મામલે ચૂકાદો આપ્યો છે. સરકારી વકિલે મીડિયાને જણાવ્યા મુજબ નામદાર કોર્ટે આરોપી જયંતી ઉર્ફે લંઘાને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. સાથે જ આ કેસની હકિકત જણાવી હતી કે, આરોપીએ તારીખ 3-3-2021ના રોજ ભોગ બનનાર દીકરી જે 7 વર્ષની નાની કુમળી વયની દીકરીની પર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાળકીના માતા-પિતા મજૂરી કામ પર ગયા હતા. દરમિયાન આરોપી એ આંબલીઓ આપવાની લાલચ આપી બાળકીને ઘરના છાપરા પર લઈ ગયો હતો. ત્યાં નરાઘમ શખ્સે બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. કુમળી બાળકી પર દુષ્કર્મના આરોપીએ કરેલા કુકર્મને કારણે બાળકીના વસ્ત્રો પણ લોહી લુહાણ થઈ ગયા હતા.
News.Gujarati ફાંસી: 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ મામલે કોર્ટે આપ્યો મોટો ચુકાદો: ગુજરાત
આ ઘટનાની જાણ કઠલાલ પોલીસ Kathlal Police Station ને કરી પીડિતાના માતા-પિતા એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં માતાએ ઘરે આવી ત્યારે દિકરીના વસ્ત્રો લોહી લુહાણ હોય તેમજ દિકરી રડવા લાગતા ઘટનાની જાણ થઈ હતી. માતા દ્વારા દિકરીને પુછતા તેણે આરોપીએ તેના પર કરેલા પાશ્વી કૃત્યની જાણ કરી હતી. માતા એ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી. 363, 276 AB તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીને પોલીસે તાત્કાલીક ઝડપી ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.
નામદાર કોર્ટના સ્પેશિયલ જજ ડી. આર. ભટ્ટ સાહેબની કોર્ટમાં સ્પેશિયલ પોકસો કેસ નંબર 27/2021 ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે IPC કલમ 363માં 5 વર્ષ જ્યારે 276 ab મુજબ ફાંસીની સજા તેમજ પોકસો એક્ટ મુજબ પણ ફાંસીનું સજાનો હુકમ કર્યો છે. વધુમાં આરોપીને નામદાર કોર્ટે કુલ એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો છે. અને રૂપિયા 2 લાખ ભોગ બનનારને વળતર આપવા હુકમ આદેશ પારિત કર્યો છે. સરકાર દ્વારા આવા કેસમાં ભોગ બનનારને સહાય પેટેની સ્કીમ મુજબ 7 લાખ 50 હજાર રાજ્ય સરકાર ચૂકવશે તેવો ઓર્ડર પણ આપ્યો છે.
આજના તાજા સમાચાર ગુજરાત- Gujarat News
ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત
ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ
જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં
યુક્રેનમાં સ્પેટનાઝપ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે – જાણો
જાણો – મોતીની ખેતી કઈ રીતે કરવામાં આવે છે
આ ખેતી કરીને એક વૃક્ષમાંથી કમાઈ શકો છો 6 લાખ રૂપિયા ! જાણો ખેતીની પદ્ધતિ
Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.
જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું
જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?
જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી