Homeગુજરાતસુરતસુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

સુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

-

આજના તાજા સમાચાર ગુજરાત, News Gujaratiસુરત Surat : સુરતના કતાર ગામમાં આવેલ કિરણ હોસ્પિટલ પાછળ આવેલા કોમ્પલેક્ષનો સ્લેબ અચાનક ધરાશાયી થયો છે. સ્લેબ અચાનક તૂટી પડવાના કારણે કામ કરી રહેલા 2 મજૂરોના મૃત્યુ થયાના અહેવાલ છે.

સુરત ના કતાર ગામમાં બનેલી આ ઘટનામાં 2 મજૂરના મૃત્યુ થયા છે તેમજ 5 કરતા વધારે લોકો દટાયા હોવાની આશંકા છે. દટાયેલા લોકોને તાત્કાલિક બચાવ કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં ફારબ્રિગેડનો સ્ટાફ કામે લાગ્યો છે. રેસ્ક્યું ઓપરેશનમાં 7 જે.સી.બી. મશીન સહિતના સાધનો કામે લગાવી દેવાયા છે.

Surat news Gujarati કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

હાલ કેટલાક લોકો દબાયા હોવાની આશંકાને પગલે જેસીબી મશીનની મદદથી કાટમાળ હટવાવામાં આવી રહ્યો છે. દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરીમાં ફાયર બ્રિગેડની ટીમ જોડાઈ છે. સાથે મનપાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સ્થિતી પર નજર રાખી રહ્યાં છે. મહત્વની વાત છે કે, કેટલાક સુત્રો 3 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરે છે તો બીજી તરફ 5 લોકો દટાયાની આશંકાની વાત પણ સંભળાઈ રહી છે.

રેસ્ક્યું ઓપરેશન પુર્ણ થતા ખ્યાલ પડશે કે કે કેટલા લોકો દટાયા હતા તેમજ કેટલા ગંભીર ઈજ્જાગ્રસ્ત અને કેટલા મૃત્યું નોંધાયા છે. હાલ સત્તાવાર આંકડા સામે આવ્યા નથી.

જાણવા જેવું ગુજરાતીમાં વાંચો

જો રબ હે વહી રામ ! આ દરગાહ પર ઉજવાય છે હોળી, વિવિધતામાં એકતાનું હિંદૂસ્તાન

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

પોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ મદદ હતી

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

Must Read