Homeગુજરાતસુરતકાનૂન કે હાથ લંબે હોતે હૈ ! ગુપ્ત ઓરડામાંથી સજ્જુ કોઠારીને પોલીસે...

કાનૂન કે હાથ લંબે હોતે હૈ ! ગુપ્ત ઓરડામાંથી સજ્જુ કોઠારીને પોલીસે કેવી રીતે ઝડપ્યો જાણો

-

આજના સમાચાર, News Gujarati ગુજરાતીમાં જાણવા જેવું સુરત Surat : ગુનેગારો પોલીસ ને ગોટે ચડાવી પોતાને બચાવવા અવનવા કિમીયા કરતા રહે છે. ફરાર ગુનેગારોને શોધતી પોલીસ સતત તેમના સંપર્કો પર વોચ રાખતી હોય છે. પરંતુ આ કિસ્સામાં તો બે-બે ફરાર આરોપી પોલીસથી બચવા ગજબનું મગજ ચલાવતા જોવા મળ્યા છે. પરંતુ કહે છે ને ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ તેમ અહીં પણ કાનૂનના લાંબા હાથે સુરતના બે ફરાર આરોપી ઝડપાયા છે.

સમગ્ર ઘટના એવી છે બે મહિના અગાઉ સુરતની લાજપોર જેલ બહારથી રાંદેર પોલીસ સાથે માથાકૂટ કરી ઝપાઝપી કરી નાસી છુટેલો નાનપુરાનો માથાભારે આરોપી સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારીને ગઈકાલે શુક્રવારે પોલીસે તેના ઘરની અંદર ગુપ્ત રૂપમાંથી ઝડપી પાડ્યો હતો. સાથે સજ્જુના જ ઘરમાં અન્ય એક તાળું મારેલા ઓરડામાંથી ગુજસીટોકનો બીજો આરોપી સમીર શેખ પણ ઝડપાયો હતો. ક્રાઈમબ્રાન્ચે આ આરોપીઓને કેવી રીતે ઝડપ્યા તે ઓપરેશન પણ ખુબ મહેનતું અને ગજબનું રહ્યું હતું.ઝડપાયેલા આરોપીઓની પોલીસે અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી.

આજના સમાચાર: ગુપ્ત ઓરડામાંથી સજ્જુ કોઠારીને પોલીસે કેવી રીતે ઝડપ્યો જાણો News Gujarati

28 મી જાન્યુઆરીના રોજ જામીન મળતા સજ્જુ કોઠારીને પોલીસે અટકાયતી પગલા માટે જેલની બહાર અટકાવ્યો હતો. દરમિયાન તેનો ભાઈ અને તેના સાગરીતોએ માથાકુટ કરી સજ્જૂને ભગાવી ગયા હતા. ત્યારથી ફરાર સજ્જૂ કોઠારી ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી મળતા પોલીસે જમરૂખગલી સ્થિત સજ્જૂના ઘરે દરોડો કરી તેને શોધવાનું શરૂ કર્યું હતું. પોલીસે બાતમી મુજબ આખા ઘરને ફંફોસી નાખ્યું, એટલી હદે કે ઘરનું ફ્લોરીંગ પણ ચેક કર્યું.

સજ્જૂના ઘરે બપોરે 1 વાગ્યે ત્રાટકેલી ક્રાઈમબ્રાન્ચના ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો સજ્જૂને શોધી રહ્યાં હતા. પોલીસે સીડી મંગાવી સજ્જૂના ઘરનો લોખંડી દરવાજો ઓળંગી ઘરના એસીપી સરવૈયા પહેલા મજલે પહોંચ્યા હતા. બાદમાં 10 અન્ય પોલીસ કર્મીઓ પણ ત્યાં ઉપર પહોંચ્યા હતા. દરવાજા બહાર લટકતું તાળું હોવા છતાં પોલીસે દરવાજો ખખડાવી કહ્યું સજ્જૂનું વોરંટ છે દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું. પરંતુ દરવાજો નહીં ખુલતા પોલીસે બારીનો કાચ તોડી દરવાજો ખોલ્યો હતો હતો.

એસીપી સહિતના સ્ટાફે 5 માળની આ ઈમારતને 10 વખત ફેંદી નાખી હતી. પરતં કોઈ ખુણે સજ્જુ મળતો ન હતો. પોલીસ પણ તેને લઈને જ જવાની હતી.પોલીસે મકાનનું ફ્લોરીંગ ચેકિંગ કર્યું છતાં કોઈ ન મળ્યું. આ છતાં પોલીસે શોધખોળ બંધ નહીં કરતા ફર્નિચરની તલાસી દરમિયાન એક ટીવી પાસેનું શો-કેસ શંકાસ્પદ જણાયું હતું. તેની પાસે એક લાકડાનું ફર્નિચર દરવાજા જેવું જણાતા તેને ખોલવા પ્રયાસ કર્યો હતો.

દરવાજાનો અવાજ પોકળ સંભળાતા પોલીસની શંકા વધારે દ્રઢ થઈ ગયો હતો. અને આ લાકડાનો દરવાજો ખોલતા જ ઝડપાયો સજ્જૂ કોઠારી. પોલીસે દરવાજા અંદર ઓરડામાં જોયું ત્યાં સજ્જુ કોઠારી છુપાયેલો બેઠો હતો. ત્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

બપોરે 1 વાગ્યે શરૂ કરાયેલું ઓપરેશન સાજે સાડા પાંચ વાગ્યે પુરૂ થયું હતું. સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારી ના ઘરની પાસેના બંને ઈમારત પણ તેની જ માલિકીના હોય પોલીસે ત્યાં પણ ચેકિંગ કર્યુ હતુ. જેમાં પોલીસને હાથ તેનો સાગરીત સમીર શેખ પણ લાગી ગયો હતો.

મોદીના ડ્રાયવરને ઘી કેળા ! તો બીજા AMTS ડ્રાઈવરોનો શું વાંક ?: અમદાવાદ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે ખેડૂત સમાચાર, અજબગજબ, ગુજરાતીમાં જાણવા જેવું, ટેક્નોલોજી તેમજ વાયરલ ખબર અને વાયરલ કોમેડી વીડિયો સહિતના સમાચાર વાંચો સૌથી પહેલા.

વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Must Read