Monday, May 16, 2022

કાશ્મીરી પંડિતોને લઈ સુપ્રિમ કોર્ટ પહોંચ્યો મામલો, 2017 માં પણ એક અરજી ફગાવી હતી

News Gujarati Samchar આજના તાજા સમાચાર ગુજરાત – નવી દિલ્હી : તાજેતરમાં જ રીલિઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ The Kashmir Files બાદ ફરી એકવાર કાશ્મીરી પંડિતો પર થયેલા જીવલેણ હુમલાની ઘટના ચર્ચામાં આવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ મુવીને લઈ દેશના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે જ તેમજ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે દેશનો મોટાભાગનો વર્ગ આ ફિલ્મ બાબતે સરકારના વલણ તરફી છે. ત્યારે હવે ફરી વખત આ કાશ્મીરી પંડિતોના હત્યાકાંડ મુદ્દો સર્વોચ્ય અદાલત સુધી પહોંચ્યો છે.

News Gujarati Samchar: કાશ્મીરી પંડિતોને લઈ સુપ્રિમ કોર્ટ પહોંચ્યો મામલો

કાશ્મીરમાં વર્ષ 1989-90 ના સમયગાળામાં થયેલા નરસંહારનો મુદ્દો સર્વોચ્ય અદાલસ પાસે પહોંચાડવા સંપર્ક કરાયો છે. જમાં કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટસ ઈન કાશ્મીર Rootd in Kashmir એ સુપ્રિમ કોર્ટમાં એક ક્યુરેટીવ પિટિશન ફાઈલ કરી ઘટનાની ફેર તપાસની માંગણી ઉઠાવી છે. ત્યારે મહત્વની વાત છે કે, વર્ષ 2017માં સુપ્રિમ કોર્ટ સમક્ષ થયેલી એક રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી હતી, ત્યારે કહેવાયું હતું કે 27 વર્ષના સમય વિત્યા બાદ પુરાવા એકત્ર કરવા મુશ્કેલ છે.

પરંતુ હવે જ્યારે સુપ્રિમ કોર્ટ સમક્ષ નવી અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં જણાવાયું છ કે, 33 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ જો વર્ષ 1984 ની રમખાણોની તપાસ કરાવી શકે છે તો આ કિસ્સામાં પણ તેવું કરવું જોઈએ.

કાશ્મીરી પંડિતો સાથે થયેલા બનાવ પર ધ કાશ્મીર ફાઈલ્સ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પણ વિવાદોમાં ઘેરાઈને એક રીતે પ્રસિધ્ધ થઈ ગઈ છે. જેના લીધે દેશના વિવિધ રાજ્યોમાં રાજકારણ ગરમ થવા સાથે નેશનલ પોલિટિક્સમાં પણ ગરમાવો આવી ગયો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં તો ફિલ્મને ટેક્સ ફ્રી ઘોષીત કરી દેવામાં આવી છે. તો કેટલાક સ્થળો પર નેતાઓ પોતાના ખર્ચે તેમજ મફત શોના પણ આયોજન કરાવી રહ્યાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ટૂંકમાં વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મથી દેશના દર્શકો પર પકડ જમાવવાની તેમની કાબેલિયત સામે આવી છે.

વધુ ગુજરાતી સમાચાર વાંચો

લાઠી ચાર્જ કરજો, ફાયરીંગ કરજો, મારી નાખવા હોય તો મારી નાખજો પણ રેલી તો થશે જ: જગદીશ ઠાકોર
પૂર્વ મંત્રી જશા બારડ પર 45 દુકાનોના કૌભાંડનો આક્ષેપ કરતા ચેતન બારડ: સુત્રાપાડા

Today’s Rashi in Gujarati આજનું રાશિ ભવિષ્ય ગુજરાતીમાં

આજનું રાશિ ભવિષ્ય ગુજરાતીમાં

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...