Homeગુજરાતરાજકોટનરેશ પટેલની પત્રકાર પરિષદ સમય કહેશે, યોગ્ય સમયે કહીશ, સમય સૂચવશે !

નરેશ પટેલની પત્રકાર પરિષદ સમય કહેશે, યોગ્ય સમયે કહીશ, સમય સૂચવશે !

-

આજના તાજા સમાચાર ગુજરાત, રાજકીય Politics રાજકોટ Rajkot : લાંબા સમયથી ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે સવાલ ચર્ચામાં હતો. સાથે જ આ ચર્ચા એક ટ્રેન્ડિંગ ન્યૂઝ Trending News બની ગઈ હતી. પરંતુ આજરોજ નરેશ પટેલ પત્રકાર પરિષદ કરી આ મામલે પોતાનો નિર્ણય જાહેર કરશે તેવી શક્યાતાઓ સેવાઈ રહી હતી. પરંતુ આજ પત્રકાર પરિષદ તો યોજાય પણ તેમાંથી જે સામે આવ્યું તે શૂન્ય હતું તેવું જણાય છે.

લેઉઆ પટેલ સમાજના ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ થોડા દિવસોથી પ્રવાસ પર હોય તેઓ આ મામલે કોઈ ચર્ચા કરી શક્યા નથી. તેમજ પત્રકારો દ્વારા તેમનો સતત સંપર્ક કરાતો હોય તેઓ એ આજે આ પત્રકારો સંબધવા પરિષદનું આયોજન કર્યું છે.

News Gujarati Rajkot/નરેશ પટેલની પત્રકાર પરિષદ સમય કહેશે યોગ્ય સમયે કહીશ સમય સૂચવશે !

તેઓ રાજકારણમાં જોડાશે, ક્યારે જોડાશે, કયા પક્ષમાં જોડાશે આ તમામ મામલે તેઓ એ ચર્ચા કરી હતી. પત્રકારો દ્વારા પુછાતા મોટા ભાગના સવાલોનો જવાબ, સમય કહેશે, યોગ્ય સમયે કહીશ, સમય સૂચવશે તેવો આપ્યો હતો. આ પત્રકાર પરિષદ માત્ર દેખાવ કે પ્રચાર માટે કરી રાજકીય પક્ષો સાથે સારી ડિલ પાર પાડવા કરાઈ હોય તેવી ધારણાઓ રાજકીય વિશ્લેષકો બાંધી રહ્યાં છે. આ પત્રકાર પરિષદમાં ફરી તેઓ એ હવે ‘એપ્રિલના મધ્ય’ માં રાજકારણ પ્રવેશ અંગે નિર્ણય જાહેર કરાવની વાત કરી છે.

સમિતિના સર્વે રિપોર્ટ પર નિર્ણય !

ઉપરાતં નરેશ પટેલ પત્રકાર પરિષદ પહેલા જ એક સમિતિ પર જવાબો ઢોળવાની તૈયારી કરી હોય તેણ જણાતું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ રાજકારણમાં જોડાશે, કયા પક્ષમાં જોડાશે, સત્તા સાથે જશે કે વિપક્ષ સાથે, રાજકારણમાં પ્રવેશ બાદ ખોડલધામના ચેરમેન પદ પર રહેશે કે કેમ લગભગ તમામ સવાલોનો જવાબ આપ્યો કે તે સર્વે સમિતિના રિપોર્ટ બાદ નક્કી થશે. ત્યારે તેમની પોતાની નિર્ણય શક્તિ અંગે પણ સવાલ પેદા થાય છે !       

હાલ અસમંજસ

નરેશ પટેલના કહેવા મુજબની સર્વે સમિતિ તેમના તમામ નિર્ણયો પાછળ જવાબદાર રહી શકે તેવો ઘાટ જોવા મળે છે. નરેશ પેટલે જણાવ્યું કે ખોડલધામનું જે નેટવર્ક છે તે જિલ્લા, તાલુકા તેમજ ગામડા સુધી પહોંચેલું છે. જે સમિતિ સમાજના અને ગામના અભિપ્રાયો લઈ રિપોર્ટ આપશે. હાલ ખુબ જ ઓછા ગામમાં સર્વે થયો છે માટે પરિણામ અસમંજસ ભર્યા છે.

પુત્રનો રાજકારણનો નિર્ણય તેનો અંગત

સાથે જ નરેશ પટેલના પુત્ર શિવરાજ રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે પણ તેમણે જવાબ આપ્યો હતો કે, પુત્ર શિવરાજને રાજકારણમાં જોડાવું કે નહીં તે પોતાની અગંત ઈચ્છાની વાત છે.  જો શિવરાજ રાજકારણમાં જોડાવા માંગે તો હું છુટ આપીશ.

ખોડલધામના આગલા ચેરમેન કોણ

રાજકારણમાં પ્રવેશ બાદ તેઓ ખોડલધામના ચેરમેન ન રહી શકે તેવું બંધારણ છે જે નરેશ પટેલે જણાવ્યું હતું. પરંતુ તેઓ રાજકારણ પ્રવેશ કરે તો ખોડલધામના ચેરમેન પદે રહેશે કે કેમ તેઓ સવાલ પુછાતા તેમણે જણાવ્યું કે, આ વાત ટ્રસ્ટીઓ નક્કી કરશે. ઉપરાંત તેઓ ચેરમેન નહીં તો તેમના બાદ કોણ તે વાતનો જવાબ આપતા પણ તેમણે નિયમો મુજબ જ થશે અને ટ્રસ્ટી નક્કી કરશે તેમ જણાવ્યું હતુ.

કેસ પરત ખેંચાશે એ ખુબ પહેલા ખબર હતી

પાટીદાર અનામત માટે થયેલા આંદોલન સમયના કેસ પરત ખેંચવા બાબતે પણ તેમણે જવાબ આપ્યો હતો કે, પાટીદાર સમાજના આંદોલનકારી યુવાનો પર સરકારે કેસ પાછા ખેંચ્યા છે. મને ખુબ પહેલા જ કહ્યું હતું કે તેઓ કેસ પરત ખેંચી લેશે.

પટેલ સમાજથી સર્વે સમાજ સુધી

લેઉઆ પટેલ સમાજના આગેવાન તરીકે ઉભરી આવેલા નરેશ પટેલ હવે રાજકારણ પ્રવેશ માટે અન્ય સમાજો સાથે જોડવા માંગતા હોય તેવું પણ જણાયું હતું. નરેશ પટેલના એક ભાષણમાં તેમના સ્વર હતા કે, સરપંચ થી સંસદ સુધી પાટીદાર હોવો જોઈએ તે મામલે પણ તેઓ એ ફેરવી તોળ્યું હતું કે, પાટીદારો હોવા જોઈએ પણ અન્ય સમાજના યુવાનો પણ હોવા જોઈએ.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો બાખડી પડ્યા, 4 ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ

Must Read