News Gujarati : પંજાબ Punjab, આજના તાજા સમાચાર ગુજરાત – રાજકીય Politics : પંજાબમાં આજરોજ શનિવારે ભગવંત માન સરકારની શપથ ગ્રહણવિધી યોજાઈ હતી. ભગવંત માનની સરકારના 10 મંત્રીઓએ મંત્રીપદ માટેના શપથ લીધા. જેમાં 8 મંત્રીઓ પ્રથમ વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે. શપથ ગ્રહણવિધી સૌ કોઈની નજર છે મંત્રીઓના ખાતાની વહેંચણી પર, જે માટે આજરોજ બપોરે એક પહેલી કેબિનેટ મિટીંગનું આયોજન છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ મહત્વના નિર્ણયો જાહેર કરાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભગવંત માન સરકારના શપથ ગ્રહણની શરુઆત પંજાબમાં AAP ના સૌથી મોટા દલિત ચહેરા હરપાલ ચીમાથી કરવામાં આવી. બાદમાં એક માત્ર મહિલા મંત્રી ડો. બલજીત કૌરના શપથ ગ્રહણ થયા હતા. પંજાબ સરકારના સૌથી યુવાન મંત્રી 31 વર્ષીય હરજોત બૈંસ બન્યા છે. બૈંસના મંત્રી બનવા પાછળ આમ આદમી હાઈકમાન્ડને જવાબદાર માનાવમાં આવે છે. તેમના વીશે કહેવાય છે કે તેઓ ‘આપ’ સુપ્રિમો અરવિંદ કેજરીવાલની ખુબ નજીકના વ્યક્તિ છે.
અન્ના હજારે આંદોલન સમયથી જ કેજરીવાલ સાથે જોડાયેલા ગુરમીત સિંહ મીત હેયર અને માનસા બેઠક પર ધારાસભ્ય ડો. વિજય સિંગલાએ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને હરાવ્યા હતા. બ્રહ્મશંકર જિંપા માન સરકારમાં મોટો હિન્દુ ચહેરો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ બુધવારે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. મહત્વની બાબત છે કે, તેમનો સપથ સમારોહ ભગતસિંહના ગામ ખટકડ કલાંમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં CM ભગવંત માનના પુત્ર દિલશાન માન અને પુત્રી સીરત કૌર માન પણ મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.
News Gujarati Punjab: મંત્રીઓ એ ગ્રહણ કર્યા શપથ કેજરીવાલની શુભેચ્છા સાથે સૂચન
મુખ્યમંત્રી ભગવંત માન સિવાય દિડબાથી હરપાલ ચીમા, બરનાલાથી મીત હેયર, માનસાથી ડો. વિજય સિંગલા, મલોટથી ડો. બલજીત કૌર, શ્રી આનંદપુર સાહિબથી હરજોત બૈંસ મંત્રી બની રહ્યા છે. માઝા વિસ્તારમાં અજનાલાથી કુલદીપ ધાલીવાલ, જંડિયાલાથી હરભજન સિંહ ETO, પટ્ટીથી લાલચંદ ભુલ્લર અને ભોઆથી લાલચંદ કટારુચક્કને મંત્રી પદ આપવામાં આવ્યા છે. દોઆબામાં માત્ર હોશિયારપુરથી બ્રહ્મશંકર જિંપાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

જાતિગત ફેક્ટર:
પંજાબ સરકારમાં હવે CM માન સહિત 4 જાટ્ટશિખ, 3 હિન્દુ અને 4 દલિત ચહેરાઓને જગ્યા આપવામાં આવી છે. તેમાં એક મહિલા મંત્રી ડો. બલજીત કૌર સામેલ છે.
આજના તાજા સમાચાર ગુજરાત– News Gujarati
સુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ
જો રબ હે વહી રામ ! આ દરગાહ પર ઉજવાય છે હોળી, વિવિધતામાં એકતાનું હિંદૂસ્તાન
Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.
જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું
જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?
જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી