News Gujarati – આજના તાજા સમાચાર ગુજરાત, રાજકીય Politics : ઉત્તર પ્રદેશ UP, ઉત્તરાખંડ અને પંજાબ Punjab, ગોવા સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2022 માં કોંગ્રેસની હાર બાદ પક્ષ દ્વારા હારની સમીક્ષાનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ નબળા પ્રદર્શન બદલ પાંચેય રાજ્યોના પ્રમુખોના રાજીનામા માંગી લીધા છે.
આ બાબતે કોંગ્રેસ Congress ના મુખ્ય પ્રવક્તા રણદિપ સુરજેવાલા એ જાણકારી આપી હતી કે, કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ અજય કુમાર લલ્લુ, ઉત્તરાખંડના પ્રદેશ પ્રમુખ ગણેશ ગોડિયાલ, પંજાબના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ, તેમજ ગોવાના પ્રદેશ ગિરીશ ચોડંકર અને મણિપુરના પ્રદેશ પ્રમુખ એન. લોકેન સિંહને રાજીનામા આપી દેવા જણવાયું છે.
જૂઓ વાયરલ વીડિયો- જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો
News Gujarati Politics : સિધ્ધુની રાજીનામાની સ્ટાઈલ ઘણું સૂચવે છે
ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગણેશ ગોદિયાલ તેમજ ગઈકાલે મોડી રાત્રે ઉત્તર પ્રદેશ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લુ એ પણ હારની નૈતિક જવાબદારી સ્વિકારી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અજયકુમાર લલ્લુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપ્યુ હતુ. તેમજ માહિતી ટ્વિટર પર પણ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારની નૈતિક જવાબદારી તેઓ સ્વિકારે છે. અજય કુમાર લલ્લુ એ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષની હાર માટે હું ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે પરથી રાજીનામું આપી રહ્યો છું. મારા જેવા સામાન્ય કાર્યકરમાં વિશ્વાસ રાખવા બદલ શીર્ષ નેતૃત્વનો આભાર. એક કાર્યકર તરીકે હું સામાન્ય માણસના અધિકારો માટે લડતો રહીશ.
જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ
આ સાથે જ અજય કુમાર લલ્લુ એ લખ્યું કે, ‘સમય-સમય પર, અમે સરકારની ખોટી નીતિઓ સામે સંઘર્ષ કર્યો, પરંતુ આ ચૂંટણી – Election માં અમને અણધારી હારનો સામનો કરવો પડ્યો, આ હારની નૈતિક જવાબદારી લેતા, હું મારા પ્રમુખ પદની જવાબદારીમાંથી રાજીનામું આપું છું.’
Ajay Kumar Lallu રાજીનામું
મહત્વની વાત છે કે,થોડા સમય પહેલા જ નવજોત સિધ્ધુ એ પદ પરથી રાજીનામું આપી દિધું છે. પરંતુ પંજાબના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુ હજુ પણ પોતાનું સ્ટેન્ડ જાહેર કરી શક્યા નથી. સાથે જ તેમણે આપેલા રાજીનામાંના ટુંકા લખાણ પરથી તેમની નારાજગી સમજી શકાય છે. વળી ટ્વિટર પર રાજીનામું ટ્વિટર કરી લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષાની ઈચ્છા પ્રમાણે હું મારી રાજીનામું મોકલું છું. આ વાત પરથી સમજી શકાય છે કે, સીધ્ધુ કોંગ્રેસ પક્ષથી નારાજ હોવા જોઈએ અન્યથા આ પ્રકારે રાજીનામું ટ્વિટ ન થાય. વળી અન્ય પ્રદેશ પ્રમુખે પણ રાજીનામાં આપ્યા છે તો તેઓ એ જવાબદારી સ્વિકારી રાજીનામાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ સિધ્ધુના કિસ્સામાં તેવું જણાતું નથી.
તેઓ પંજાબમાં ચૂંટણીની ખુબ મોટી જવાબદારી લઈ બેઠા હતા. સાથે જ ચન્નીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા બાદની સ્થિતીમાં તેઓ એ પ્રચાર કરવામાં પણ નબળું વલણ દાખવતા જોવા મળ્યા હતા. આ સ્થિતિ એવી વણસી હતી કે, પ્રિયંકા ગાંધીએ તો સિધ્ધુ સાથે વાત સુધ્ધા કરવાની પણ ના પાડી દીધી હતી. આ મતભેદ વકર્યાની વાત એ વાત પરથી સમજી શકાય છે કે, એક જાહેર પ્રચાર રેલી કાર્યક્રમમાં સિધ્ધુએ બોલવાની ના પાડી દઈ ચન્નીને બોલવાનું કહ્યું.
Navjot Singh Sidhu નું રાજીનામું
ગત રવિવારના રોજ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક યોજાઈ હતી જેમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કરતા તેમને સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી પદ પર ચાલુ રાખવા માટે જણાવ્યું હતું.