આજના તાજા સમાચાર ગુજરાત– News Gujarati Navsari નવસારી: નવસારીમાં એક અચરજ પામે અને પોલીસની ભૂમિકા પર સવાલ કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં નવસારીમાં એક વ્યક્તિની હત્યાના ગુના સબબ બે આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં એવી વાત સામે આવી હતી કે આંખો પહોળી થઈ જાય. પોલીસે જે વ્યક્તિના આરોપથી બે લોકોની ધરપકડ કરી હતી તેમાં જે મરણ જનાર હતો તે ખરેખર જીવીત હતો. ટૂંકમાં પોલીસે જીવીત વ્યક્તિને જ મૃત કરી તેના આરોપી ધરપકડ કરી લાશની ઓળખ જીવતાના નામે કરી નાખી.
આજના તાજા સમાચાર/જીવતાની ઓળખ અજાણ્યા મૃતદેહને આપી હત્યાના ગુનામાં બે લોકોની ધરપકડ કરી:નવસારી
મળતા અહેવાલ મુજબ, નાગુલાલ નામના પરપ્રાંતિય યુવક ખોરાકની શોધમાં એક ઘરમાં ઘુસ્યો હતો. દરમિયાન લોકોએ શોર મચાવી હંગામો કરતા નાગુલાલ તો નાશી છુટ્યો હતો. પણ પોલીસને એક બીનવારસું મૃતદેહ મળ્યો હતો. જેનો ચહેરો નાગુલાલ જેવા દેખાતો હોવાનું અનુમાન કરી પોલીસે નાગુલાલ ઘરમાં ઘુસ્યો હોવાની અદાવત રાખી તેને મારી નાખ્યોની થીયરી ઘડી નાખી હતી. જે હત્યા અદાવત રાખનાર મદનલાલ સુખલા અને સુરેશ બાટેલાએ કરી હોવાનો કેસ નોંધ્યો હતો.
જેથી પોલીસના અનુમાન અનુસાર નાગુલાલ ઘરમાં ઘૂસ્યાની અદાવત રાખીને મદન સુખલા અને સુરેશ બાટેલાએ તેની હત્યા કરી હતી. સુરેશે નાયલોનની દોરી વડે નગુલાલનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આ હત્યાને આત્મહત્યામાં ફેરવી લાશને ધાબળામાં લપેટી લાશને સગેવગે કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરી હતી.