Wednesday, May 18, 2022

ખટીમાથી હારેલા પુષ્કરસિંહ ધામી ‘ઉત્તરાખંડ’ના અને ‘પ્રમોદ સાવંત’ ગોવાના CM બનશે

Uttarakhand New CM – Goa New CM News Gujarati : આજના તાજા સમાચાર : બીજેપી BJP ના પ્રમોદ સાવંત Pramod Savant ફરી એકવાર ગોવાના મુખ્યપ્રધાન CM નું પદ સંભાળશે. આજે યોજાયેલી ગોવા ભાજપ Goa BJP ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ગોવા રાજ્ય ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતાની પસંદગીની પ્રક્રિયા માટે એક બેઠકમાં યોજાય હતી. વિશ્વજિત રાણે Vishvajeet Rane એ વિધાનમંડળ પક્ષ માટે પ્રમોદ સાવંતના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય નિરીક્ષક તરીકે પહોંચેલા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, ‘મેં સદનના દરેકને પૂછ્યું, જો બીજું કોઈ નામ છે, તો બધાએ પ્રમોદ સાવંતના સમર્થનનો દાવો કર્યો.

આજના તાજા સમાચાર: ખટીમાથી હારેલા પુષ્કરસિંહ ધામી ‘ઉત્તરાખંડ’ના અને ‘પ્રમોદ સાવંત’ ગોવાના CM બનશે

નરેન્દ્રસિંહ તોમરે Narendra Sing Tomar કહ્યું કે પ્રમોદ સાવંતે એક કાર્યક્ષમ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. ત્યારે તેમની આગામી 5 વર્ષ માટે પણ પસંદગી કરવામાં આવી છે. પ્રમોદ સાવંતે કહ્યું, ‘હું પીએમ નરેન્દ્ર મોદી Narendra Modi અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ Amit Shah નો આભાર માનું છું, જેમણે મને આગામી પાંચ વર્ષ માટે ગોવાના સીએમ Goa CM તરીકે સેવા આપવાની તક આપી છે. હું ખુશ છું કે ગોવાના લોકોએ મને સ્વીકાર્યો છે. ગોવાના વિકાસ માટે જે પણ શક્ય છે તે હું કરીશ.

ખટીમાં બેઠક પર ચૂંટણી હારી ગયેલા પુષ્કર ધામી બનશે ઉત્તરાખંડના સીએમ

ઉત્તરાખંડ Uttarakhand માં, ભાજપે પુષ્કર ધામીના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને 47 બેઠકો જીતી હતી અને સત્તામાં પાછા ફરવાનું સુનિશ્ચિત કર્યું હતું. પરંતુ ધામી પોતે ખટીમા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, જ્યારે તેઓ 2012થી આ બેઠક પરથી ધારાસભ્ય હતા.

Uttarakhand New CM- ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી Pushkar sinh Dhami ભાજપના નવા મુખ્યમંત્રી બનશે. આ સાથે, રાજ્યના નવા મુખ્ય પ્રધાન અંગેની મૂંઝવણનો સોમવારે અંત આવ્યો, જ્યારે ધારાસભ્ય દળની બેઠક બાદ ધામીના નામની જાહેરાત કરવામાં આવી. સૂત્રોએ જણાવ્યું કે ધામી રાજ્યપાલને મળવા માટે રવાના થયા છે. તેઓ મહામહિમને મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ Rajnath sing, કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી Minixi Lekhi અને રાજ્યના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી Prahlad Joshi ને ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી અને 11 દિવસના સસ્પેન્સ બાદ મુખ્યમંત્રી અંગે સ્પષ્ટતા થઈ હતી.

પાટીલની ‘નમો કિસાન પંચાયત’માં કાળા વાવટા બતાવવાની તૈયારી શરૂ: ગીર સોમનાથ

  • Watch- મેચ શરૂ થતા પહેલા જ હજારો પ્રેક્ષક સાથે ગેલેરી પત્તાના મહેલની જેમ ઢળી ગઈ
  • જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું
- Advertisment -

Must Read

isudan gadhvi aap bjp president c r patil hungry kids addoption hungar index high in gujarat politics

પાટીલ પોતે સ્વીકારે છે કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર કઈ કરી...

Gujarati News live અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ પણ ગરમ થતું જાય છે. કોંગ્રેસ ઘરકંકાશમાં વ્યસ્ત છે જ્યારે આમ આદમી પાર્ટી અને