Homeરાષ્ટ્રીયદેશની સૌથી મોટી Indian Oil કંપનીએ આપ્યું રશિયાથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ સોદાને...

દેશની સૌથી મોટી Indian Oil કંપનીએ આપ્યું રશિયાથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ સોદાને અંતિમ સ્વરૂપ

-

News.Gujarati : દેશ વિદેશના સમાચાર, આજના તાજા સમાચાર ગુજરાત :રશિયા દ્વારા યુક્રેન પર થયેલા આક્રમણ Russia Ukraine War બાદ વિશ્વના વિવિધ દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો યુક્રેન પર આક્રમણ Russia Ukraine Conflict બાદ રશિયાની સામે ખડા થયા છે. ત્યારે રશિયા પર સૌથી મોટો ફટકો અમેરિકાએ ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવાનો નિર્ણય કરી લગાવ્યો છે. રશિયા પાસે ક્રૂડ ઓઈલનો કુદરતી ભંડાર નફો રળવાનું મોટું સાધન છે. ત્યારે તેના પર અમેરિકાએ પ્રતિબંધ લગાવતા રશિયાને વિકલ્પ શોધવાની ફરજ પડી છે. ત્યારે ભારતે મોટા ક્રૂડ ઓઈલના સોદાને આખરી સ્વરૂપય આપી દિધું છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ રશિયાની એક ઓઇલ કંપની સાથે 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરવાનો કરાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે બંને કંપનીઓ વચ્ચે સીધી વાતચીત થઈ છે, આ સોદો હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રશિયા સાથેનો આ સોદો આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ભારતને ઉપલબ્ધ શ્રેષ્ઠ નિયમો અને શરતોના આધારે કરવામાં આવી છે.

News.Gujarati : Indian Oil એ આપ્યું રશિયાથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટ સોદાને અંતિમ સ્વરૂપ

ઉલ્લેખનીય છે કે, મોસ્કોએ યુક્રેન પર કરેલા હુમલાના જવાબમાં પશ્ચિમી દેશોએ રશિયા પર અમેરિકાના તેલ આયાત પ્રતિબંધ સહિતના પ્રતિબંધો લાદ્યા છે, જોકે રશિયન ઓઇલ કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારતીય ઓઇલ કંપનીઓ પર કોઇ પ્રતિબંધ નથી. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદતા જ રશિયાએ ભારત સહિત અન્ય મોટા આયાતકારોને રાહતદરે તેલ આપવાની ઓફર કરી હતી.

મહત્વની બાબત એ છે કે, આ એવા સંજોગોમાં થયેલો સોદો કહેવાશે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ફરી આગળ જવા તરફ છે. વળી આ તકનો લાભ લેવા માટે વધુ ભારતીય ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલની આયાત માટે રશિયાની ઓઇલ કંપનીઓ સાથે સોદા કરી શકે છે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. રશિયાના આક્રમણ બાદથી જ વિશ્વવ્યાપી બજારમાં પણ તેલના ભાવમાં વધારો થયો છે. જેની અસર લોકોના ખિસ્સા સુધી પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધુ ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે. આ સપ્તાહની શરૂઆતમાં ભારત અને રશિયન ફેડરેશન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કો થયા બાદ આ સોદો થયો છે. દરમિયાન ગત સોમવારના રોજ દેશના પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. સરકાર ઉપલબ્ધ તમામ વિકલ્પો પર વિચાર કરશે.”

આજના તાજા સમાચાર ગુજરાત– News Gujarati

‘આપ’ની સરકારના મંત્રીઓ એ ગ્રહણ કર્યા શપથ, કેજરીવાલની શુભેચ્છા સાથે સૂચન

સુરતમાં કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી, 2 ના મોત કેટલાક દટાયાના અહેવાલ

ગુજરાતમાં અહીં થાય છે કેસુડા ટુર ! જાણો કેસુડા ટુર, ટિકિટ અને બુકિંગની તમામ વિગતો

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

જાણવા જેવું ગુજરાતીમાં વાંચો

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

પોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ મદદ હતી

Must Read