News Gujarati લખનૌ : રંગોનો તહેવાર એટલે હોળી અને વિવિધતામાં એકતા એટલે ભારત બંને સુત્રો આજે જાણે સાચા સાબિત થઈ રહ્યાં હોય તેવા અહેવાલ મળી રહ્યાં છે. દેશભરમાં લોકો રંગોના તહેવારની વિવિધ પ્રકારે ઉજવણી કરી રહ્યાં છે, જેમાં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સૂફી સંતની દરગાહ પરની આ હોળી ખાસ હોય તેમ લાગે છે. સાંપ્રત સમયમાં રાજકિય નેતાઓ એ ધર્મ અને ઈશ્વરના નામે દેશમાં અજંપો પેદા કરી દિધો હોય તેવી સ્થિતી છે. પરંતુ આ હોળીની વાત જાણી આજે પણ દેશની કૌમી એકતા અને સાંસ્કૃતિક સુમેળ પર ગર્વ થવા લાગશે.
એકતાનો સંદેશ જો રબ હે વહી રામ !
જાણવા જેવું ગુજરાતીમાં વાંચવા માટે આ લેખ પણ ઉપયોગી થઈ પડે તેમ છે. ઉત્તર પ્રદેશ UP ના બારાબંકીમાં પ્રખ્યાત સૂફી સંત હાજી વારિસ અલી શાહની દરગાહ પર દર વર્ષે અનોખી હોળી રમવામાં આવે છે. દરેક ધર્મના લોકો રંગોના તહેવાર હોળીની એકતાથી ઉજવણી કરવા દેશભરમાંથી અહીં પહોંચે છે. અહીં જ્ઞાતિ અને ધર્મની તમામ સીમાઓ ઓળંગીને ભાઈચારો દેખાય છે. હાજી વારિસ અલી શાહની દરગાહ પર રમાતી હોળી તેમના સંદેશ ‘જો રબ હૈ વહી રામ’ની સંપૂર્ણ ઝલક આપે છે. દેશભરમાંથી હિંદુ, મુસ્લિમ, શીખો અહીં દરગાહ પર હોળી રમવા માટે ભેગા થાય છે અને એકતાનો સંદેશ આપે છે. NDTV ના અહેવાલ પરથી માહિતી મળે છે કે, આ દરગાહમાં સો કરતાં વધુ વર્ષોથી હોળી (ધૂળેટી)ની ઉજવણી કરવામાં આવે આવે છે.
હાજી વારિસ અલી શાહની કબર તેમના હિંદુ મિત્ર રાજા પંચમ સિંહ દ્વારા બનાવવામાં આવી હતી. તેના નિર્માણથી આ સ્થળ હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશો આપતું રહ્યું છે. મહત્વની વાત છે કે દેશભરમાંથી અહીં દરેક ધર્મના ભક્તો આવતા હોય છે.
ગુજરાતીમાં જાણવા જેવું ધર્મ ભક્તિ: દરગાહ પર ઉજવાય છે હોળી: વિવિધતામાં એકતા
આ અનોખી હોળી રમવા માટે 30 વર્ષથી સતત દિલ્હીથી આવી રહેલા સરદાર પરમજીત સિંહને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, તેઓ હોળીના દિવસે તેઓ તેમના ઘરમાં કેદ રહેતા હતા, પરંતુ 30 વર્ષ પહેલા જ્યારે તેઓ અહીં હોળી રમવા આવ્યા હતા ત્યારે તેઓ હોળીના રંગમાં રંગાઈ ગયા હતા, કદાચ હવે આ રંગ જીવન ભર ઉતરવાનો નથી.
મિર્ઝાપુર એક મહિલા શ્રધ્ધાળુને ટાંકીને જણાવ્યું છે કે, તેઓ વારિસ અલી શાહના ‘જો રબ હૈ, વહી રામ’ના સંદેશથી એટલી પ્રભાવિત થઈ ગઈ છે કે તે હવે અહીં દર વર્ષે અહિં હોળી રમવા આવે છે.

આ અહેવાલમાં હોળી સમિતિના પ્રમુખ સહજાદે આલમ વારસીને ટાંકીને જણાવ્યું છે કે, તેમણે જણાવ્યું કે અહીં 100 વર્ષથી વધુ સમયથી હોળી રમવામાં આવે છે. અગાઉ અહીં એટલી ભીડ ન હતી અને નગરના લોકો અહીં વારીસ સરકારના ચરણોમાં રંગો અર્પણ કરતા હતા અને તે દરેકને તેમના આશીર્વાદ આપતા હતા. સમયની સાથે અહીં હોળીનું સ્વરૂપ બદલાયું અને બહારથી પણ લોકો અહીં હોળી રમવા આવવા લાગ્યા.

ઉપરાંત અહેવાલમાં જણાવ્યા મુજબ હોળી સમિતિના પ્રમુખે લોકોને અપીલ કરી છે કે, વારિસ અલી શાહ પાસે પ્રેમનો સંદેશ છે અને તેને આખી દુનિયામાં ફેલાવો. તેમની એક જ પ્રાર્થના છે કે કયામત સુધી લોકોમાં પ્રેમ જળવાઈ રહે.
વધુ વાંચો- ગાંધી, ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ…
જાણવા જેવું ગુજરાતીમાં વાંચો
ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?
પોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ મદદ હતી
આજના તાજા સમાચાર ગુજરાત– News Gujarati
સજા-એ-મોત: 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ મામલે કોર્ટે આપ્યો મોટો ચુકાદો: ગુજરાત
ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ
ગુજરાતમાં અહીં થાય છે કેસુડા ટુર ! જાણો કેસુડા ટુર, ટિકિટ અને બુકિંગની તમામ વિગતો
Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.
જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું
જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?
જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી