Homeગુજરાતગીર સોમનાથપાટીલની 'નમો કિસાન પંચાયત'માં કાળા વાવટા બતાવવાની તૈયારી શરૂ: ગીર સોમનાથ

પાટીલની ‘નમો કિસાન પંચાયત’માં કાળા વાવટા બતાવવાની તૈયારી શરૂ: ગીર સોમનાથ

-

આજના તાજા સમાચાર ગુજરાતગીર સોમનાથ Gir Somnath News Gujarati Shailesh Naghera (વેરાવળ) : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ C R Patil આગામી તારીખ 26 માર્ચના રોજ સુત્રાપાડાના “નમો કિશાન પંચાયત” નામના ભાજપ BJP ના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તુવેરદાળ વિતરણમાં 180 કરોડનો સુનિયોજીત કૌભાંડમાં ભાજપ જવાબદાર: મનીષ દોશીની પત્રિકા પરથી આ માહિતી મળી રહી છે. જેમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી તેમજ ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહેશે તેમ જણાવાયું છે. પરંતુ આ કાર્યક્રમ થાય તે પહેલા જ ચંદ્રકાંત પાટીલના વિરોધમાં કાળા વાવટા ફરકાવવાના આયોજનની માહિતી મળી રહી છે.

News Gujarati પાટીલની ‘નમો કિસાન પંચાયત’માં કાળા વાવટા બતાવવાની તૈયારી શરૂ: Gir Somnath

સમગ્ર ઘટના એવી છે કે, ભાજપના ગુજરાત પ્રમુખ પાટીલ 26 માર્ચે ગીરસોમનાથના સુત્રાપાડના પ્રશ્નાવાડા ગામ ખાતે ‘નમો કિસાન પંચાયત’ની અધ્યક્ષતા કરવાના છે. ભાજપ દ્વારા વિધાનસભા બેઠક 90- સોમનાથ અને 91- તાલાળા ના ખેડૂતો માટે આ આયોજન કરવામાં આવ્યાના અહેવાલ છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાજપના નેતા હાજર રહેશે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આવશે નો દાવો સાચો ઠરે તે પહેલા જ વિરોધ પ્રદર્શન થશે તેવી શક્યતાઓ સામે આવી રહી છે.

નમો કિસાન પંચાયત પહેલા લાટી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા ગ્રામજનો તેમજ કોંગ્રેસી નેતાઓને આહવાન કરાવમાં આવ્યું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પ્રશ્નાવાડા ખાતે આવવવાના છે. ત્યારે લાટી સ્ટેશન પર તેમના રસ્તા રોકો અને કાળા વાવાટ ફરકાવવાના છે. આ માહિતી તેમને વોટ્સએપ પર પણ શેર કરી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. જેમાં તેમણે વિરોધ કરવાનું કારણ લાટી ગામના સ્ટેશનથી ગમ સુધીનો એપ્રોચ રોડ 7 વર્ષથી ખરાબ છે, તેમજ તે રોડ 7 મહિના પહેલા મંજૂર થઈ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોવા છતાં કામ થયું નથી તે બાબત જણાવી છે.

  • સરપંચ દ્વારા વોટ્સએપ પર ફરતો કરવામાં આવેલ મેસેજ શબ્દ સહ નીચે પ્રમાણે છે.

વિરોધ પ્રદર્શન
આપણા ગામ ના દરેક લોકો ને જણાવવાનું કે આવનારી તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ પશ્રનાવડા મુકામે પોતાની પાર્ટી ના કાર્યક્રમ માં આવવા ના હોય તો લાટી સ્ટેશન ઉપર તેમના રસ્તો રોકો આને કાળા વાવટા ફરકાવવા ના છે. આપણા લાટી ગામ ના સ્ટેશન થી ગામ સુધી નો એપોશ્ર રોડ ૭ વર્ષ થી ખરાબ હાલત માં છે અને તે ૨૦૨૧ ના ૭ માં મહીના મંજૂર થયેલ હોય અને તે કોન્ટ્રાક્ટ પણ કોન્ટ્રાક્ટર ને અપાય ગયેલ હોય પણ ના તો કોઈ અધીકારીઓ જવાબ આપે ના તો કોન્ટ્રાકટર અને અધીકારીઓ તો કેમ જાણે સરકારી નોકરી ના કરતા હોય અને કોન્ટ્રાક્ટ ની પેઢી ની નોકરી કરતા હોય તે રીતે જવાબ આપૈ છે.
આ રસ્તો લાટી ગામ ના લોકો માટે બોવ હાલાકી ભોગવવી પડે છે.આ રસ્તા ઉપર ૨ વર્ષ ની અંદર ૧૦ થી ૧૫ એક્સીડન્ટ પણ થયા છે તેમાં એક મૃત્યુ પણ થયું છે તેનુ જવાબદાર કોણ આર એન બી ના એક ઈજનીયર ને આ વાત કરી તો એ કે એક્સિડન્ટ તો થાય અને મૃત્યુ પણ થાય એવું તો ચાલ્યા કરે ગામ ના રોડ સાઈડ ના પાકો ને નુકશાન થાય છે ચોમાસા માં ગામ લોકો ખુબ પરેશાન થાય છે.ગામ લોકો દ્વારા કોન્ટ્રાકટર ને જાણ કરવા માં આવી તો એ કે મારું કય ના થાય ગાંધીનગર સુધી સેટીગ છે તમારા થી જે થાય તે કરો અધીકારીઓને ટાઈમ સર મલાઈ પહોંચાડતો રહું છું તમે મારું કાંઈ નહીં કરી શકો.
ગામ લોકો કય મફત નું નથી માંગતા અમારું છે અને એ હક થી માંગીએ છીએ જો આ રસ્તો નહીં બનાવવા મા આવે અને અધીકારીઓને સામે પગલાં લેવા માં નહીં આવે તો તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ પાટીલ સાહેબ નો રસ્તો રોકવા મા આવશે અને કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા માં આવશે.
લિ. સરપંચ શ્રી
ગ્રામ પંચાયત લાટી
તેમજ
સમસ્ત ગ્રામજનો

ઉપરોક્ત પત્રમાં જે રોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોડનો કોન્ટ્રાક્ટ ‘પરિશ્રમ બિલ્ડર વેરાવળ’ને મળ્યા હોવાનું સરપંચ પાસેથી માહિતી મળે છે.

namo kisan panchayat c r patil sutrapada prshnavada girsomnath gujarati news
ડાબે ભાજપની આમંત્રણ પત્રિકા જમણે લાટી ગામના સરપંચનો વિરોધ પ્રદર્શનનો મેસેજ

આ મામલે પત્રકાર શૈલેષ નાઘેરા દ્વારા સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. જેમણે આ વોટ્સએપ મેસેજની પુષ્ટી કરતા સરપંચે હામી ભરતા મેસેજ સાચો અને તેમણે જ મોકલ્યો હોવાનું સ્વિકાર્યું છે. સાથે જ વિરોધ પ્રદર્શનની તૈયારી અંગે પણ તેમણે હામી ભરી હતી અને જણાવ્યું કે, તેમણે કોંગ્રેસના આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે.

મહત્વની બાબત છે કે પત્રકાર સાથે ટેલિફોનિક વાત દરમિયાન સરપંચે ભગા બારડ (કોંગ્રેસના ધારાસભ્ય)ને આ મામલે જાણકારી કે આમંત્રણ આપ્યું નહીં હોવાનું જણાવ્યું હતું. જેની પાછળ પણ એક ઉંડી કહાની હોવાની ચર્ચા ચાલી રહી છે.

પત્રકારનો વિચાર- ભારત એક લોકતાંત્રિક દેશ છે, માટે નાગરિકો પાસે શાંતિ પુર્વક રીતે વિરોધ પ્રદર્શન કરવાનો બંધારણીય અધિકાર મળેલ છે. પ્રજાતંત્રનો સૌથી મોટો લાભ છે કે ત્યાં પ્રજા પોતાના પ્રશ્નો ઉઠાવી શકે તેમજ જાહેરમાં વિરોધ પ્રદર્શન પણ કરી શકે. પરંતુ સત્તાનો વિરોધ સત્તા સહન ન કરી શકે તેવું બને એવા સંજોગોમાં યેનકેન પ્રકારે સત્તાનો દુરઉપયોગ કરી વિરોધ પ્રદર્શન ડામી દેવાતા હોય છે. અંગ્રેજી હુકૂમત સમયે પણ આંદોલનને ડામી દેવાની કાર્યવાહી થતી હોવાના ઐતિહાસિક લખાણો પરથી પુરાવા મળી રહે છે.

અહેવાલ: શૈલેષ નાઘેરા વેરાવળ- ગુજરાત

ગુજરાતીમાં આજના વધું સમાચાર વાંચો

તુવેરદાળ વિતરણમાં 180 કરોડનો સુનિયોજીત કૌભાંડમાં ભાજપ જવાબદાર: મનીષ દોશી

Watch- મેચ શરૂ થતા પહેલા જ હજારો પ્રેક્ષક સાથે ગેલેરી પત્તાના મહેલની જેમ ઢળી ગઈ

Must Read