News Gujarati – આજના સમાચાર ગાંધીનગર, Gandhinagar ગુજરાત Gujarat : આજરોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિધાનસભા માં સત્ર ચાલુ છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ Congress ની યુવા પાંખ દ્વારા ‘યુવા સ્વાભિમાન સંમેલન’નું એક આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતેમાં યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું છે.
પરંતુ મળતા અહેવાલમ મુજબ તંત્ર દ્વારા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયક કરવાનું શરૂ કરી દિધું હતું. તંત્ર પાસેથી આ કાર્યક્રમની મંજૂરી નહીં મળી હોવાથી આ પગલા લેવાયા હોવાનું જાણવા મળે છે.

News Gujarati ગાંધીનગરમાં કોંગ્રેસના યુવા સ્વાભિમાન કાર્યક્રમ પહેલા જ આગેવાનોની અટકાયત
કોંગ્રેસી કાર્યકરો પાટનગરમાં પહોંચી વિરોધ નોંધાવે તે પહેલા જ અટકાયતી પગલા લેવા માટે તૈયારી કરી લેવાઈ હતી. આ માટે શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, દરમિયાન ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસી કાર્યકરોને યુવા સ્વાભિમાન સંમેલનમાં પહોંચે તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અત્રે મહત્વનું છે કે, યુવા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ માટે પોલીસ પાસેથી કોઈ મંજૂર લેવામાં નથી આવી તેના કારણે પોલીસે કાર્યકરોની અટકાયતો કરી હતી.

- કોંગ્રેસી નેતા જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા
ગુજરાત યુવા કોંગ્રેસના સ્વાભિમાન સંમેલન સભામાં ગાંધીનગર ખાતે પહોંચેલા કોંગ્રેસના ગુજરાત પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, યુવા સ્વાભિમાન સંમેલન પર કોંગ્રેસ અડગ રહેશે. અમે આ મુદ્દે વિધાનસભામાં પણ વિરોધ કરીશું. સરકાર અમારાથી ડરી રહી છે. જેને લઈને હમ લડેંગે ,ઝુકેગે નહીં. ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે.

- ગાંધીનગરમાં કોંગ્રેસનું વધુ એક આંદોલન
ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણીઓને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હવે એક્શન મોડમાં આવી ચૂકી હોય તેમ જણાય છે. કોંગ્રેસના નેતાઓએ યુવા સ્વાભિમાન સંમેલનમાં સત્યાગ્રહ છાવણી પહોંચવા આહ્વાન કર્યું છે, ત્યારે આજે ગાંધીનગર ખાતે યુવા, સ્વાભિમાન સંમેલનમમાં બેજરોજગારી, યુવા,શિક્ષણ સહિત મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ યુવા કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ ગાંધીનગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પરિણામે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તા સ્થળ પર પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
આજના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો
ગૃહમંત્રી અમિત શાહ ક્રિમિનલ પ્રોસિજર (આઈડેન્ટીફિકેશન) બિલ લોકસભા રજૂ કરશે
આ ફોટોમાં તમને શું દેખાઈ છે તે નક્કી કરશે તમારી પર્સનાલીટી જાણો કેમ