Homeગુજરાતરાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી, 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી, 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

-

આજના તાજા સમાચાર ગુજરાત News.Gujarati Ahmedabad અમદાવાદ : રાજ્યનું વિધાનસભા Gujarat Assembly સત્ર ચાલી રહ્યું છે, આજના સત્રમાં શિક્ષણ વિભાગ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી, વન પર્યાવર અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના પ્રશ્નો પર ચર્ચા ચાલી હતી. ચાલુ સત્રમાં વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષે કેળવણી નિરીક્ષક તેમજ શિક્ષણ અધિકારીની ખાલી જગ્યાઓ પર સવાલ કર્યો હતો. આ અંગે રાજ્ય સરકારે જવાબ આપતા આડકતરી રીતે ભરતી નહીં થઈ હોવાનો સ્વિકાર કર્યો છે.

તાજા સમાચાર ગુજરાત- રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 17 જિલ્લા કેળવણી નિરીક્ષણ વિનાના છે. કેળવણી નિરીક્ષકની રાજ્યમાં 95 ટકા એટલે કે 563 જગ્યાઓ રાજ્યમાં ખાલી પડી છે.

તાલુકા શિક્ષણ અધિકારીની જો વાત થાય તો ત્યાં પણ હાલત કંઈક આવી જ છે. તાલુકા શિક્ષણ અધિકારીની 93 જગ્યાઓ ખાલી પડેલી છે. ઉપરાંત કેળવણી નિરીક્ષકમાં ભાવનગર જિલ્લામાં 42 માંથી એક જ જગ્યા ભરાયેલી છે.

પંચમહાલ, પંચમહાલ, અમરેલી, રાજકોટ, અરવલ્લી અને સાબરકાંઠામાં એકપણ કેળવણી નિરીક્ષક નથી. તો દાહોદ, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં પણ એકપણ કેળવણી નિરીક્ષક નથી. બોટાદ, વલસાડ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ કેળવણી નિરીક્ષક નથી. ડાંગ, સુરત અને નવસારીમાં કેળવણી નિરીક્ષકની જગ્યા ખાલી છે.

રાજ્યમાં શિક્ષણના સ્તર અને સરકારી શાળાના શિક્ષણની બાબતે અનેક વખત પ્રશ્નો થતા રહ્યાં છે. ત્યારે રાજ્યના સરકારી શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવાના દાવાને સરકારના જ આ જવાબો પોકળ સાબિત કરે છે. કારણ કે રાજ્યમાં 700 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ એવી 9 શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે. વડોદરામાં 38 અને કચ્છમાં 100 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક થી શિક્ષણ અપાય છે. કોંગ્રેસી ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાના સરકારને પુછવામાં આવેલા સવાલ પર આ જવાબ સરકારે આપતા માહિતી સામે આવી હતી.

જૂઓ વીડિયો- પડદા પાછળની માહિતી ‘યુક્રેન સે લાયા મેરા દોસ્ત, મોદી કો સલામ કરો’

વધુ વાંચો- ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

Must Read