Today Viral news Gujarat– આજના તાજા સમાચાર ગુજરાતીમાં : ભાવનગર Bhavnagar રાજ્યમાં બોર્ડના ધોરણ 10 ને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ છે. આજરોજ બોર્ડના વિદ્યાર્થીઓનું ત્રીજુ પરીક્ષાનું પેપર છે. સંપુર્ણ પણે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા આપી રહ્યાં છે. ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા સાથે હોય ધોરણ 10 માટે સવારે તો ધોરણ 12 માટે બપોરે પરીક્ષાનું આયોજન છે. ટૂંકમાં ખુબ સારી રીતે અને શાંતિપૂર્વક પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ આજે એક અહેવાલ મળ્યા જેમાં મઘમાખીઓના ઝુંડે ભાવનગર ખાતે પરીક્ષાના રંગમાં ભંગ કર્યો હતો.
News Gujarati Bhavnagar ચાલુ બોર્ડની પરીક્ષામાં ત્રાટક્યું મધમાખીનું ઝુંડ: ભાવનગર
10 વિદ્યાર્થીઓને માર્યા ડંખ
ભાવનગરના તળાજામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ આતંક મચાવ્યો. શાંતિ પૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા તે અચાનક જ મધમાખીનું ઝૂંડ ત્રાટકતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો મજુબ આ બનાવ ભાવનગરના તળાજાના સથરા ગામે ચાલુ બોર્ડની પરીક્ષામાં બન્યો હતો. જેમાં બોર્ડની પરીક્ષામાં બેઠેલા 10થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને તંત્ર પણ ચિંતામાં મુકાય ગયું હતું.
ખુબ જ શાંતિ પૂર્વક રીતે પરીક્ષા આપી રહેલા બોર્ડ વિદ્યાર્થીઓને ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવી શાંતિ હતી. ટૂંકમાં પરીક્ષાર્થીઓ એકાગ્ર બની પરીક્ષા આપી રહ્યાં હતા. એટલામાં તો મધમાખીના ઝુંડ એ સમગ્ર માહોલ બગાડી નાખ્યો હતો. મઘમાખીની દર્દનાક ડંખના ડરે પરીક્ષાર્થીઓ પણ ડરી ગયા હતા અને પેપર છોડી ભાગવું પડે તેવી સ્થિતી સર્જાય હતી. જેના કારણે પરીક્ષાને થોડી મિનિટો માટે રોકવી પડી હતી. જો કે સ્થિતિ થાળે પડતા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ માટ શાળાના સંચાલક દ્વારા તાત્કાલિક 108ને બોલાવી અને વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા.
Read More:
દિલ્હીના CM કેજરીવાલના નિવાસ પર હુમલો, ભાજપના કાર્યકરોનું કામ હોવાનો ‘AAP’નો આરોપ
અકસ્માતનો વીડિયો/હાઈવે પર 50થી વધુ વાહનો અથડાયા, 2ના મોત તો કેટલાક ઘાયલ
વીડિયો/કૂતરા અને ઘોડાની મિત્રતા અને ગાઢ પ્રેમ સોશિયલ મીડિયા પર વાયરલ