Homeરાષ્ટ્રીયબે દિવસે ભારત બંધનું એલાન, બેંક કર્મચારી સંગઠનો પણ જોડાશે, કેટલીય સેવા...

બે દિવસે ભારત બંધનું એલાન, બેંક કર્મચારી સંગઠનો પણ જોડાશે, કેટલીય સેવા થશે પ્રભાવિત

-

આજના તાજ સમાચાર ગુજરાત, News Gujaratiઅમદાવાદ Ahmedabad : કેન્દ્ર સરકારની નીતિઓથી નારાજ ટ્રેડ યુનિયનોએ બે દિવસ માટે ભારત બંધના એલાનની જાહેરાત કરી છે. આ બંધમાં ભારતના બેંક યુનિયનો પણ જોડાયા અને હડતાલમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે, તેઓ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંકિંગ એક્ટ, 2021 નો વિરોધ કરશે.

News Gujarati બે દિવસે ભારત બંધનું એલાન બેંક સહિત કેટલીય સેવા થશે પ્રભાવિત

આ બાબતે ભારતીય સ્ટેટ બેંક ગ્રાહકોને માહિતી આપી છે કે તારીખ 28 અને 29 માર્ચના રોજ તેમની બેંકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે. જોઈન્ટ ફોરમ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને સરકારની નીતિઓને કર્મચારી વિરોધી ગણાવીને સોમવાર અને મંગળવારે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે.  સાથે જ બેંકના કર્મચારીઓના એસોસિએશન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા પણ હડતાળનું સમર્થન કરવામાં આવ્યું છે. આ કર્મચારીઓની સંસ્થાઓ  એ ૨૨ માર્ચે  તમામ રાજ્યોમાં તેમની તૈયારીઓનો તાગ મેળવ્યા બાદ બે દિવસની હડતાળની જાહેરાત કરી છે.

કર્મચારીના સંગઠનો જણાવે છે કે, તેઓ કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરૂધ્ધ હડતાલ કરવાના છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની નિતીનો તેઓ વિરોધ વ્યક્ત કરશે. ઉલ્લેખનીય છે કે, સરકારે વર્ષ 2021ના બજેટમાં વધુ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

આ હડતાલ અસરકારક બની રહે તેવી રણનિતી પણ સંગઠનો દ્વારા ઘડવામાં આવી રહી છે. વળી બેંકના અનેક કર્મચારીઓ નિવૃતિના આરે છે માટે જો તેઓ હડતાળમાં જોડાશે તો તેમની સેવાકીય સુવિધાઓને કોઇ અસર નહીં થાય. ઉપરાંત હવે દેશના કોલસા, સ્ટીલ, તેલ, દૂરસંચાર, ટપાલ વિભાગ અને વીમા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ હડતાળમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

પેપર ફૂટયું કે ભવિષ્ય ? 4 વર્ષે વન રક્ષકની પરીક્ષા લેવાઈ તેમાં પણ વિવાદ

Must Read