Homeગુજરાતઅમદાવાદમોદીના ડ્રાયવરને ઘી કેળા ! તો બીજા AMTS ડ્રાઈવરોનો શું વાંક ?:...

મોદીના ડ્રાયવરને ઘી કેળા ! તો બીજા AMTS ડ્રાઈવરોનો શું વાંક ?: અમદાવાદ

-

News.Gujarati જયંત દાફડા Jayant Dafda  : ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા AMC General Board March માં હોબાળો થતાં સભા બંધ કરવી પડી હતી. ભાજપ BJP અને કોંગ્રેસ Congress ના કોર્પોરેટર્સ સામે-સામે આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. AMC ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપના કોર્પોરેટર પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં વિવાદ સર્જાયો હતો. ઉપરાંત બોર્ડમાં નરેન્દ્ર મોદી ના ડ્રાઈવરને કાયમી ડ્રાઈવરના લાભ બાબતે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

શુક્રવારે અમદાવાદ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વર્ષ 1997 માં 1 ડ્રાઈવરને A.M.T.S.  દ્વારા રોજમદાર તરીકે રાખવામા આવ્યો હતો અને, હવે તે વ્યક્તિને વર્ષ 1997 થી આજસુધી કાયમી ડ્રાઈવર તરીકેના લાભ આપવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે અંદાજિત 1200 ડ્રાઈવરોને વર્ષ 2014 માં A.M.C. એ કાયમી કર્યા હતા આ ડ્રાઈવરોને મળતા લાભ વર્ષ 2014 થી આપવામાં આવ્યા છે. પરંતુ જે વ્યક્તિને વર્ષ 1997 થી કાયમી ડ્રાઈવર તરીકેના લાભો આપવાના છે તે દિપક જોશી, નરેન્દ્ર મોદીનો ડ્રાઈવર છે. દિપક જોશીના વર્ષ 1997 મળવા પત્ર લાભ એ.એમ.સી.ની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે.

News Gujarati: મોદીના ડ્રાયવરને ઘી કેળા ! તો બીજા AMTS ડ્રાઈવરોનો શું વાંક ?: અમદાવાદ

  • જનરલ બોર્ડમાં જાણે જંગ છેડાઈ

જનરલ બોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટરપ આક્ષેપ કરતા વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણએ સંબોધન દરમિયાન કહ્યું કે, A.M.C. ના ઓઢવ આવાસ યોજનાનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે આવાસ યોજનામાં ભાજપના મહિલા કોર્પોરેટરના નણંદને મકાન ફાળવવામાં આવ્યું છે. જ્યારે વિરોધ પક્ષના નેતા દ્વારા મહિલા કોર્પોરેટર નીતાબેન પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે અન્ય કોર્પોરેટર ઉશ્કેરાઈ જતા હંગામો મચી ગયો હતો. જેના કારણે જનરલ બોર્ડમાં જાણે જંગ છેડાઈ હોય તેમ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર્સ દ્વારા સામ સામા આવી જઈ હોબાળો મચાવાયો હતો. પરિણામે જનરલ બોર્ડને બંધ કરવામાં આવ્યું હતું.

  • સગાવહાલાને મકાન

શહેઝાદ ખાને વધારે જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર દ્વારા સતત ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે. આજે કોંગ્રેસે તેને ઉજાગર કરી દિધો છે. એક બાજુ પ્રધાનમંત્રી ઝૂપડપટ્ટીના ગરીબ લોકોને મકાન આપવાનું કહે છે તો બીજી બાજુ ભાજપના કોર્પોરેટર પોતાના સગાવહાલાને મકાન આપી રહ્યાં છે.

  • ભ્રષ્ટાચાર ગેર સંસદીય શબ્દ !

જનરલ બોર્ડમાં મચેલા હંગામાં બાદ એ.એમ.સી.ના મેયર કિરીટ પરમાર મીડિયા સમક્ષ આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાને સંપૂર્ણ સમય આપ્યો હતો કે તેઓ શહેરના વિકાસ માટ કોઈ સારા સૂચનો અને સારા કામો રજૂ કરે અને વિકાસના કાર્યમાં સહભાગી થાય. પરંતુ તેમણે પાયાવિહોણા પુરાવા વિનાના આક્ષેપો કર્યા હતા. તેમનો આશય બોર્ડને બંધ કરાવવાનો જ હતો એટલે તેઓ એ છેલ્લે બિનસંસદીય શબ્દ “ભ્રષ્ટાચાર” નો વારંવાર પ્રયોગ કરી ખોટો આક્ષેપો કરી રહ્યાં હતા. ઉપરાંત તેમણે તમામ કોર્પોરેટર પર ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કર્યો ત્યારે તમામ ઉશ્કેરાઈ ગયા અને સામે-સામે આવી જતા જનરલ બોર્ડ બંધ કરવાની ફરજ પડી હતી.

બોલો શૌચાલયના પણ પૈસા ! આ છે રાણીપ બસસ્ટેશનની હાઈટેક સુવિધા !

Must Read