Homeગુજરાતઅમદાવાદબોલો શૌચાલયના પણ પૈસા ! આ છે રાણીપ બસસ્ટેશનની હાઈટેક સુવિધા !

બોલો શૌચાલયના પણ પૈસા ! આ છે રાણીપ બસસ્ટેશનની હાઈટેક સુવિધા !

-

આજના તાજા સમાચાર ગુજરાતઅમદાવાદ Ahmedabad : રાજ્ય સરકારની GSRTC ની બસમાં રાજ્યની મોટાભાગની પ્રજા સફર કરતી હોય છે. તેની પાછળનું કારણ સલામતી, અને સસ્તું ભાડું હોય છે. ત્યારે અમદાવાદના રાણીપ બસસ્ટેશન Ranip Bus Stand માં બાથરૂમના પણ પૈસા ખંખરેવાનું કાવત્રું ચાલતું હોય તેમ જણાય છે. અહેવાલ સાથે રજૂ કરાયેલ વીડિયો Video જોઈ શકાય છે કે કેવી રીતે પે એન્ડ યુઝના બોર્ડ લટકી રહ્યાં છે અને મુસાફરો પાસેથી પૈસા ખંખેરાઈ રહ્યાં છે.

અમદાવાદના રાણીપ બસસ્ટેશન ખાતે રોજના હજારો મુસાફરોની આવક-જાવક થતી હોય છે. સરકારી બસ સર્વિસ GSRTC ની બસમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના જ લોકો મુસાફરી કરતા હોય તે સ્વાભાવિક રીત સમજી શકાય છે. આ બસમાં કલેકટર કે કમિશ્નર જેવા મોટા અધિકારી કે મુખ્યમંત્રી CM, પરિવહન મંત્રી Minister જેવા કદાવર નેતાઓ મુસાફરી નથી કરતા. આમ ગરીબો અને મધ્યમ વર્ગને મુસાફરી દરમિયાન ‘મફત મુતરડીની સેવા’ આપવી સૌથી મોટી સેવા ગણાવી જોઈએ. પરંતુ અહિં તો તદ્દન જુદું જ ચિત્ર સામે આવી રહ્યું છે.

અમદાવાદના રાણીપ ખાતે સત્યમંથનના માનદ્ પત્રકાર ભાવેશ બારીયાની નજરે એક અજૂગતી વાત નજરે પડી હતી. રાણીપ બસસ્ટેશનના શૌચાલય Toilet (મુતરડી)ના ઉપયોગ બદલ તેમની પાસે 5 રૂપિયાની માંગણી કરવામાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જે મામલે શૌચાલય સંચાલક હિન્દી ભાષી શખ્સ સાથે વાત કરવામાં આવતા તેમણે ફરજિયાત પૈસા ચૂકવવા જ પડે તેમ જણાવ્યું હતું. બાદમાં તંત્રી દ્વારા તેમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી પુછપરછ કરતા તેમને જણાવ્યું કે એમ.કે.સીંહ(કન્સટ્રક્શન એન્ડ સેનિટેસન) દ્વારા સુલભ શૌચાલય ચલાવાતું હોવાનું જણાવ્યું હતું. આ કંપનીનું બોર્ડ શૌચાલય બહાર પણ લગાવાયું હતું. જેમં સ્પષ્ટ રીતે ‘પે એન્ડ યુઝ’ Pay And Use શૌચાલય લખેલું જોવા મળે છે.

જૂઓ વીડિયો: Ahmedabad બોલો મુતરડીના પણ પૈસા ! આ છે Ranip Bus Stand ની હાઈટેક સુવિધા !

સમગ્ર મામલે પત્રકાર ભાવેશ દ્વારા બસ સ્ટેશન ઈન્ચાર્જ કમલેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ખરેખર મુતરડીના ઉપયોગ ફ્રી (નીઃશુલ્ક) Free રાખવામાં આવેલ છે, મુતરડીના ઉપયોગના પૈસા વસૂલી શકાય નહીં. તેમના દ્વારા તાત્કાલિક શૌચાલયના કર્મચારની ખખડાવી બહાર લગાવેલું પે એન્ડ યુઝનું બોર્ડ ઉતારી લેવા જણાવાયું હતું.

હવે શરૂ થાય છે સવાલોનો મારો, આ મામલે તંત્રી દ્વારા ઈન્ચાર્જ કમલેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેમને આ મામલે ખ્યાલ ન હતો. તેમજ આ સેવા મફત છે અને મફત હોવી જોઈએનું સમર્થન પણ કર્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે, શૌચાલય બહાર કાયદેસર ‘પૈસાની ઉઘરાણી’ કરવા ટેબલ રાખી, બોર્ડ લગાવી પૈસા ઉઘરાવાતા હોય અને ઈન્ચાર્જને ખ્યાલ ન હોય તો ઈન્ચાર્જ સ્ટેશનનું કેવું ધ્યાન રાખતા હશે ?

સુત્રો પાસેથી માહિતી મળે છે કે આ પ્રશ્ને અનેક મુસાફરો દ્વારા વિરોધ નોંધાવાતો હોય છે. પરંતુ આ શૌચાલયના કર્મચારીઓ સાથે માથાકૂટમાં પડવા લોકો પાસે સમય નથી હોતો. આ મામલે સ્ટેશનમાં જવાબદાર સૌ કોઈ લોકોને માહિતી હોવા છતાં આ મામલે કાર્યવાહી કરવામાં નથી આવતી.

સળગતા સવાલ
એમ.કે.સીંહ (કન્સટ્રક્શન એન્ડ સેનિટેસન) ની મીલીભગત સામે કેમ બધા ચૂપ છે ?
લોકો પાસેથી અત્યાર સુધી પૈસા પડાવવા બદલ શું કાર્યવાહી થશે ?
શું સરકાર નાગરિકોને મફત મુતરડી પણ ઉપલબ્ધ નહીં કરાવી શકે ?

થોડા વર્ષોથી રાજ્ય સરકારને જાણે ખાનગી કંપનીઓ સાથે મળી વિશાળ બસસ્ટેશન બનાવવાનું ઘેલું લાગ્યું છે. શરૂઆતમાં સવલત આપવાની વાતો કરતી કંપનીઓ બાદમાં સવલતના નામે ખિસ્સા ખાલી કરવામાં લાગી જતી હોય તેમ જણાય છે.

ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર વચ્ચે એક સુક્ષમ ભેદ રેખા છે. જ્યારે ખાનગીકરણની વાત આવે ત્યારે તેનો વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ પણ તે જ છે. જ્યારે ખાનગીકરણ કે અર્ધસરકારી અથવા તો પી.પી.પી. જેવા પ્રોજેક્ટની વાત આવે ત્યારે તેમાં ફાયદો પ્રજાને મળે તેના કરતા વધારે કોર્પોરેટ્સને જ મળે તેવી ધારણા હોય છે. તે ધારણા અને સુક્ષણ ભેદ રેખા આ કિસ્સામાં જોવા મળે છે.

આજના News Gujarati આ રહ્યાં

શિક્ષણને લઈ મોટા સમાચાર: UGC ના નિર્ણય બાદ ધોરણ 12 ના ટકાના આધારે નહીં આ રીતે મળશે પ્રવેશ

પૂર્વ CM રૂપાણી પર ગંભીર આક્ષેપો કરનાર કોંગ્રેસના 4 નેતાઓને કોર્ટમાં હાજર થવાનો આદેશ

Must Read