Homeગુજરાતઅમદાવાદરખડતા ઢોર નિયંત્રણ બિલનો માલધારી સમાજનો વિરોધ, અમદાવાદ કલેકટરને આપ્યું આવેદન

રખડતા ઢોર નિયંત્રણ બિલનો માલધારી સમાજનો વિરોધ, અમદાવાદ કલેકટરને આપ્યું આવેદન

-

આજના સમાચાર : અમદાવાદ Ahmedabad : રાજ્યની વિધાનસભા માં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા મામલે એક બિલ પસાર કર્યુ છે. રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવું પણ જરૂરી છે કારણ કે, છેલ્લા કેટલાક સમયમાં શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે કેટલાક નાગરિકોને જીવ પણ ગુમાવવો પડ્યો છે. પરંતુ સરકારે પસાર કરેલા બિલથી માલધારી સમાજ ખુશ નથી જોવા મળતો. માલધારી સમાજનું કહેવું છે કે તેમને વિશ્વાસમાં લીધા વિના જ આ કાર્ય કરી નાખ્યું છે. જેના કારણે રોષે ભરાયેલા માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

આજના સમાચાર ગુજરાત/ રખડતા ઢોર નિયંત્રણ બિલનો માલધારી સમાજનો વિરોધ

ઉલ્લેખનીય છે કેસ રાજ્યની વિધાનસભામાં આ બિલ રજૂ થાય તે પહેલાથી જ હળવો વિરોધ માલધારી સમાજમાં જોવા મળતો હતો. રાજ્ય સરકારે પસાર કરેલા આ બિલ મુજબ શહેરી વિસ્તારમાં પશુઓ રાખવા માટે હવે લાઇસન્સ લેવું ફરજિયાત બનશે. ઉપરાંત કોઈનું પશુ રસ્તા પરથી પકડાશે તો તેના માટે પશુના માલીકને દંડની જોગવાઈ કરાઈ છે. માલધારી સમાજનું કહેવું છે કે આ બિલ સરકારે માલધારી સમાજને અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર પસાર કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે પોતાની મુકેલી માંગો નહીં સ્વિકારવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. માલધારી સમાજ દ્વારા આજે અમદાવાદ કલેક્ટરને જે આવેદન પત્ર આપવામાં આવ્યું તે મુજબ તેમની માગો નીચે મુજબ છે.

1. તાજેતરમાં વિધાનસભામાં સરકાર દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે તાત્કાલિક પાછું ખેંચવામાં આવે.

2. રાજ્યની તમામ કોર્પોરેશન દ્વારા પકડાયેલા ઢોરોને મુક્ત કરવા માટે ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવામાં આવે.

3. રાજયમાં આવા પકડાયેલા ઢોરોને છોડવા માટે પોલીસ દ્વારા ભરવામાં આવતો 90-આ મુજબની ચાર્જશીટ રદ કરવામાં આવે.

4. અગાઉની જેમ જ માલધારી સમાજ માટે શહેરની બહાર વસાહત બનાવવામાં આવે જેમાં તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય તેનું ધ્યાન રાખવામા આવે.

5. જે શહેરોમાં કોર્ટના હુકમ મુજબ જે ગૌચર જમીનો ખાલી કરવામાં આવી છે તેના ઉપર માલધારી સમાજ માટે વસાહતો બનાવવામાં આવે.

વાયરલ ખબર/ કારની છત પર ડાન્સ કરતા યુવકોને પોલીસે કર્યો આવો દંડ

Must Read