Monday, May 16, 2022

વીડિયો/ગાંધીનગરમાં આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ, કોંગ્રેસ નેતા અને આદિવાસી આગેવાનોની અટકાયત

News Gujarati Deval Jadav દેવલ જાદવ ગાંધીનગર ગુજરાત Gujarat : દક્ષિણ ગુજરાતમાં તાપી-પાર-નર્મદા લિંક યોજના નો છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજ ના લોકો વિરોધ કરી રહ્યાં છે. આ યોજના આસપાસના વિસ્તારો ટ્રાઈબલ વિસ્તારો છે. માટે આ વિસ્તારના આદિવાસી સમુદાયના લોકો સ્થાનિક કક્ષાઓ ઘણાં સમયથી આંદોલન કરી રહ્યાં હતા. પરંતુ હવે આંદોલન સ્થાનિક કક્ષાથી એક કદમ આગળ વધી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સ્વરૂપે પહોંચ્યું છે.

ગાંધીનગર છોડવાના નથી !

ગાંધીનગર Gandhinagar ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ‘આદિવાસી સત્યાગ્રહ’ના મંડાણ થયા છે. આજરોજથી સમગ્ર ગુજરાતના આદિવાસી સમુદાયના લોકો અને આગેવાનો અહિં પહોંચી સત્યાગ્રહ કરી રહ્યાં છે. આદિવાસીઓનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી તેમની માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધીનગર છોડવાના નથી. ઉલ્લેખનિય છે કે, આ આદિવાસી સમુદાયના સત્યાગ્રહ આંદોલનને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા.

સત્યમંથનનો આદિવાસી ક્રાંતિકારી સાથે સંવાદ

સત્યમંથન ન્યૂઝના પત્રકાર દ્વારા સત્યાગ્રહ છાવણી પર એકત્રિત થયેલા આદિવાસી ક્રાંતિકારીઓ સાથે વાત કરી સત્યાગ્રહનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. વાતચીતમાં આદિવાસી ક્રાંતિકારીઓનું કહેવું હતું કે, “કેન્દ્ર સરકારની તાપી-પાર-નર્મદા લિંક યોજનાના લીધે આદિવાસી ક્ષેત્રમાં વસતા લોકોને જે તકલીફ પડવાની છે તેના વિરોધમાં આજે અમે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છીએ”.

વિકસિત દેશમાં ડેમો તોડવામાં આવે છે અને આપણે…

વિસ્થાપન થવાનો ભય પણ તેમની વાતમાં જણાતો હતો જે બાબતે તેમણે કહ્યું કે, “ડેમ બનવાના કારણે આદિવાસી લોકોને પોતાની જમીન છોડીને વિસ્થાપન કરવું પડશે, જે અમને મંજુર નથી. ડેમના કારણે આદિવાસી સમાજના લોકોની જમીનો છીનવાઈ જશે. અમેરિકા જેવા વિકસિત દેશમાં ડેમ તોડવામાં આવી રહ્યાં છે જ્યારે આપણાં દેશમાં ડેમ ઉપર ડેમ બની રહ્યા છે જેના કારણે પ્રકૃતિને પણ નુકશાન થાય રહ્યું છે. અમારા જંગલો નષ્ટ થઈ રહ્યા છે તેના વિરોધમાં અમે અહીંયા એકત્રિત થયા છે.”

News Gujarati Video- સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ

કોંગ્રેસ પ્રમુખના સરકાર પર ચાબખાં !

જય આદિવાસી, જય જોહર ના નારા સાથે સત્યાગ્રહ છાવણી પર આદિવાસી સમુદાયે પોતાની માંગણીઓ બુલંદ કરવાની શરૂઆત કરી છે. ત્યારે આદિવાસી સત્યાગ્રહ અંગે વાત કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં બેઠેલી બહેરી-મુંગી સરકારને જગાડવા માટે સત્યાગ્રહ છાવણી ખાતે જનઆંદોલન – સત્યાગ્રહની શરૂઆત થઈ છે. આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે સત્તામાં બેઠેલી ભાજપ સરકારે આંખ અને કાન બંધ કરી દીધા છે. આદિવાસી સમાજના અવાજને ભાજપ સરકાર સાંભળવા તૈયાર નથી. સ્થાનિક પ્રશાંસનને વારંવાર રજુઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ થયું નથી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો – ધારાસભ્યશ્રીઓ – સાંસદસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ સૌ ભેગા મળીને “ચલો ગાંધીનગર” નો કોલ આપ્યો છે. આદિવાસી સમાજને જમીન ન આપવી, તેમના ઘર તોડી પાડવા સહિતના અનેક હથકંડાઓ અપનાવી ભાજપ સરકાર હક્ક અને અધિકાર આપવાની જગ્યાએ આદિવાસી સમાજને ખતમ કરવાનું કાવતરુ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ આદિવાસી સમાજની સાથે તેમના હક્ક અને અધિકાર માટે મજબુતાઈથી લડત આપતો રહ્યો છે અને આપશે.”

વાયરલ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

- Advertisment -

Must Read

chor aunty viral video on social media thieving mobile phone cctv video gujarati

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે....