જામનગર ન્યુઝ : સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામનગર (Jamnagar)ની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજરોજ ન્યુઝીલેન્ડ અને યુનીસેફ (UNICEF)ની ટીમે મુલાકાત કરી હતી. આજરોજ મુલાકાતે આવેલા સભ્યોએ કોવિડની કામગીરી અને પીડીયાટ્રીશીયન વિભાગ તેમજ પ્રાણવાયુ (ઓક્સીજન) પ્લાન્ટનું પણ નિરિક્ષણ કર્યું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલ દ્વારા કોવિડ સમયે કરાયેલી કામગીરીની પણ સરાહના કરી હતી.
વધુ વાંચો- જામનગરમાં તાજિયા જુલુસ દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત
યુનીસેફના સભ્ય તેમજ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડના પણ સભ્યોએ જામનગરની જી.જી. હોસ્પિટલની મુલાકાત કરી હતી. આ ટીમના સભ્યો સાથે સુપ્રિટેન્ડેન્ટ ડૉ. દિપક તિવારી, મેડીકલ કોલેજ ડીન ડૉ. નંદીની દેસાઇ, ડૉ. અજય તન્ના સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો- જામનગરમાં તિરંગાની ખરીદીમાં લોકો નિઃરસ દોઢ લાખથી વધુ ઓર્ડર આપ્યો છે JMCએ