Homeગુજરાતજામનગરજામનગરના સિક્કા પાટિયા પાસે આવેલી Allanto Hotel માં આગ લાગી

જામનગરના સિક્કા પાટિયા પાસે આવેલી Allanto Hotel માં આગ લાગી

-

જામનગર ન્યુઝ : આજરોજ તારીખ 11 ઑગસ્ટ જામનગર (Jamnagar)ના સિક્કા પાટિયા (Sikka patiya) પાસે હોટલમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ છે. ખાવડીની એલન્ટો (fire in hotel allanto hotel) નામની હોટલમાં ભીષણ આગના કારણે હોટલની અંદર રહેલા લોકોમાં ગભરાય ફેયલાયો હતો.

એલન્ટો હોટલ (Elnto Hotel)માં ભીષણ આગ

Jamnagar Fire

જામનગરના Sikka patiya આવેલી એલન્ટો હોટલ (Elnto Hotel)માં ભીષણ આગ લાગતા લોકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 36 રૂમો એલેન્ટો હોટલમાં આવેલા છે.

મળતા અહેવાલ મુજબ, આગ હવે કાબૂમાં આવી ગઈ છે આગમાં ફસાયેલા 25 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હોટલમાં રહેલા લોકોને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કેટલાક લોકો આગની ઘટનાના કારણે હોટલમાં ફસાયા હોવાની માહિતી મળી હતી.

આગની ઘટાની માહિતી મળતા ફાયર વિભાગના વાહનોના કાફલા સાથે ફાયર બ્રિગેડ (Fire Brigade)ના જવાનો ધટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ ફાયર બ્રિગેડના જવાનો આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી કામગીરી કરી રહ્યાં છે.

Jamnagar Fire in Hotel - Moti Khavadi Sikka patiya
Jamnagar Fire in Hotel – Moti Khavadi Sikka patiya

જામનગરના મોટી ખાવડી નજીકની હોટલમાં લાગી ભીષણ આગ…એલન્ટો નામની હોટલમાં ભીષણ આગ લાગવાથી ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો…કેટલાક લોકો એલન્ટો હોટલમાં ફસાયા હોવાની માહીતી…શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન.

Must Read