Homeગુજરાતજાણો... PGVCL ના ગ્રાહક ફરિયાદ કેન્દ્રના નવા નંબર, ડે-ઇજનેર, તેમજ મેને.ડિરેક્ટરના મોબાઈલ...

જાણો… PGVCL ના ગ્રાહક ફરિયાદ કેન્દ્રના નવા નંબર, ડે-ઇજનેર, તેમજ મેને.ડિરેક્ટરના મોબાઈલ નંબર પણ

-

પીજીવીસીએલ દ્વારા 12 જીલ્લામાં ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા -New number of PGVCL’s Consumer Complaint Center

ફરિયાદ નિવારણ કેન્દ્ર 3 શિફ્ટમાં કામ કરશે, સાથે ફીડબેક મેળવી ફરિયાદ પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફાર થતા નવા ઉર્જામંત્રી કનુ દેસાઇને બનવામાં આવ્યા છે

તેને પોતાનો ચાર્જ સંભાળતાજ સુચના આપી પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડને સમગ્ર 1ર જિલ્લાઓને આવરી લેતું ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરાવ્યું હતું.
જેમાં 48 જુનીયર આસીસ્ટન્ટ, 16 જુનીયર ઇજનેર, 1 નાયબ કાર્યપાલક ઇજનેર તથા 1 કાર્યપાલક ઇજનેરને ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રની કામગીરી સોંપવામાં આવેલ છે. 24×7 એમ ત્રણ શિફટમાં જિલ્લાવાર ગ્રાહકોની ફરીયાદ નોંધી સબંધિત પેટા વિભાગ / વિભાગના ફોલ્ટ સેન્ટરને જાણ કરી કામ પૂર્ણ થયે રજુઆત કરતા સાથે કન્ફર્મ કરી ફિડબેક મેળવી ફરીયાદ પૂર્ણ કરવાની કાર્યપધ્ધતિ અપનાવવામાં આવી છે.
કંપનીના મેનેજિંગ ડિરેકટર ધીમંત વ્યાસ (આઇએએસ) દ્વારા ગ્રાહકોને તેમની મુશ્કેલી બાબતે ઉપરોકત વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે.
આ સાથે પીજીવીસીએલ દ્વારા વિજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે ફરીયાદ કરવા માટેના ટોલ ફ્રી નંબર, વોટસએપ નંબર, જિલ્લા મુજબ નંબર તેમજ અધિકારીઓના નંબરની યાદી આ સાથે સામેલ કરવા જણાવ્યું હતું.

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજ ગ્રાહકોની ફરીયાદની નોંધણી

અને તેના નિવારણની વ્યવસ્થા માટે મધ્યસ્થ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર (Customer Center) રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. વિજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજ કંપનીના કર્મચારીઓની નિમણુક કરી આ સેવા હવેથી શરૂ કરેલ છે. ગ્રાહકોને ટોલ ફ્રી નંબર 19122 તથા 1800 233 155333 અને વોટસએપ નંબર 9512૦ 19122 પર ફરીયાદ નોંધાવી શકે છે.

આ ઉપરાંત જિલ્લા મુજબ ફરીયાદ નોંધાવવા માટે ઉપર મુજબના મોબાઇલ નંબર પર સંપર્ક કરવો

અથવા જરૂર જણાયે કસ્ટમર કેર સેન્ટરના કાર્યપાલક ઇજનેર એમ.જે.લાલકિયાના નંબર 99252 09090 પર સંપર્ક કરવો. વધુમાં અમારી સ્થાનિક પેટા વિભાગીય કચેરીના ફરીયાદ વિભાગના મોબાઇલ નંબર, ટેલીફોન નંબર તેમજ કચેરીના જુનીયર ઇજનેર અને નાયબ ઇજનેરના નંબર અમારી વેબસાઇટ www.pgvcl.com પર ઉપલબ્ધ છે.
મધ્યસ્થ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્રમાં નોંધાયેલ ફરીયાદો જે તે જીલ્લાની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરમાં પાઠવવામાં આવશે.અને તે અંગેની ત્વરીત કાર્યવાહી માટે નીચે લીસ્ટમાં જણાવ્યા મુજબ અધિકારીઓ-કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.

નીચે લીસ્ટમાં જણાવ્યા મુજબ અધિકારીઓ-કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.

પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડનો આ ગ્રાહકો માટે આ કોર્પોરેટ સ્તરનો અભિગમ છે, જેમાં પ્રશ્ર્નોના નિકાલ થયે ફરીયાદી ગ્રાહકને જાણ કરી ફીડબેક પણ મેળવાશે.અને કાર્યપાલક ઇજનેરના વડપણ હેઠળ ગ્રાહક ફરીયાદ નિવારણ કેન્દ્ર માટે 66 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.
તેમજ PGVCLના મેનેજિંગ ડિરેકટરનો મોબઈલ નંબર 99784 06556 પર સંપર્ક કરી શકો છો

Must Read