Homeગુજરાતગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર; જાણો કોના પર ઢોળાયો પસંદગીનો કળશ...

ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર; જાણો કોના પર ઢોળાયો પસંદગીનો કળશ…

-

Bhupendra Patel; New CM of Gujarat: Gujarati news Satyamanthan

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ગઈકાલે વિજય રૂપાણીનું અચાનક રાજીનામું આપવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. બાદમાં રાજીનામાનું કારણ લઈને રાજકીય ગલીયારામાં અનેક તર્ક વતર્ક ચાલી રહ્યાં હતા. સાથે જ નવા મુખ્યમંત્રીના નામ (New CM Gujarat) પર પણ ચર્ચાઓ ચાલી રહી હતી. સાથે જ સટ્ટા બજાર પણ ગરમ થયું હતું. Bhupendra Patel New CM O Gujarat

ગઈકાલે જ પ્રદેશ ભાજપના નેતાઓ ગાંધીનગર ખાતે પહોંચવા લાગ્યા હતા. સાથે જ ભાજપના પ્રભારી પ્રદેશ પ્રમુખ અને તમામ ધારાસભ્યો પણ ગાંધીનગર ખાતે કમલમ્ ખાતે પહોંચવા લાગ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓની બેઠક બાદ ધારાસભ્યો સાથે બેઠક કરી નવા નામ પર મહોર મારી દેવામાં આવી હતી. જેમાં પસંદગીનો કળશ પર ભુપેન્દ્ર પટેલ પર કળશ ઢોળાયો આવ્યો હતો. ભુપેન્દ્ર પટેલ અમદાવાદના ધારાસભ્ય છે.

આ સાથે જ તમામ નવા મુખ્યમંત્રીના નામને લઈ ક્યાશ પર પુર્ણ વિરામ મળ્યો છે. અને કેટલાક નેતાઓના મુખ્યમંત્રી બનવાના સપના ભાંગી ગયા છે, બીજી તરફ નવા મંત્રી મંડળમાં સ્થાન લેવાની રેસનું પ્રસ્થાન થઈ જશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....