સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવિધ મુદ્દે છાપે ચડતી રહે છે અને વિવાદોથી ઘેરાતી આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવા જ વધુ એક છબરડાને લઈ ફરી છાપે ચડી છે. કારણ છે સી.પી.સી.ની જગ્યાએ બીજૂ પેપેર નિકળી ગયું અને થઈ ગઈ દોડાદોડી. એટલું જ નહીં બીજી કારનામું એવું કર્યુ કે BSCની પરિક્ષાનું સિલેબસ બહારનું પૂછ્યું હોવાનો આરોપ વિદ્યાર્થીઓ એ કર્યો છે.

યુનિવર્સિટી એ ખુદની પરીક્ષા લેવી જોઈએ – Negligence of Saurashtra University
એક જ દિવસમાં બે-બે પેપરમાં ભૂલના વિવાદ સાથે છબરડામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ નંબર મેળવવા જઈ રહી છે. એક પેપરમાં સીલેબસ બહારના સવાલ તો બીજામાં પેપર જ બીજી નિકળી ગયું. બોલો… આ છે યુનિવર્સિટી જે વિદ્યાર્થીની પરીક્ષા લઈ રહી છે. ખરેખર તો આ યુનિવર્સિટી એ ખુદની પરીક્ષા લેવી જોઈએ તેવું લોકોનું કહેવું છે.

આયોજનમાં ભૂલ કે ભૂલ આયોજનબધ્ધ
છબરડાઓ બાદ દરેક વખતે લોકો સવાલ કરે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈકને કંઈક લોચા થાય છે તેની પાછળ કોઈ રહસ્ય તો નથી હોતા ને ? સવાલ વાજબી પણ છે કેમકે ક્યારે સગાવાદથી ભરતીના આરોપ તો ક્યારેય વહિવટના લોચો તો ક્યારેક જો હુકમીથી ચાલતા તંત્રના આરોપ. આવું આયોજનમાં ભૂલના કારણે થતું હશે કે પછી આયોજનબધ્ધ થતું હશે તે તો યુનિવર્સિટી જ કહી શકે.
વધુ વાંચો – રીપેરીંગમાં ગયેલું સી-પ્લેન પરત આવતું નથી ને ગુજરાત સરકારે બીજા 2 સી-પ્લેન માંગ્યા