Homeજાણવા જેવું1 વ્યક્તિ એક વર્ષમાં કેટલો પરસેવો પાડે છે? જવાબ જાણીને તમારો પરસેવો...

1 વ્યક્તિ એક વર્ષમાં કેટલો પરસેવો પાડે છે? જવાબ જાણીને તમારો પરસેવો છૂટી જશે

-

માણસ સામાન્ય રીતે કેટલો પરસેવો(How much does a man sweat in a year) પાડતો હશે, અવો પ્રશ્ન તમને પણ કદાચ ક્યારેક થયો હશે. આજે અવાજ પ્રશ્નોનો જવાબ તમને આપીશું…

પરસેવો પડવોએ એ માનવ જીવનનો સામાન્ય ભાગ છે એમ કહી શકાય. માણસ જીવનમાં રોજીંદી પ્રવૃત્તિઓ કરે જેમકે ઘરકામ કરતી વખતે અથવા કસરત કરતી વખતે માનવ શરીર પરસેવો વહાવે છે. ઘણી વખત બીમારીઓના કારણે પણ પરસેવો આવતો હોય છે, તેમજ કોઈના શરીરમાંથી વધુ પરસેવો આવે છે અને કોઈના શરીરમાંથી ઓછો પણ કુદરતે દરેક વસ્તુ માટે કઈક કારણ આપ્યું છે. માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, પરસેવો શરીર માટે કેટલો સારો છે અને આ ઉપરાંત એક વર્ષમાં વ્યક્તિને કેટલો પરસેવો મળે છે ?

શરીરમાંથી પરસેવો આવેતે એક સારી બાબત છે આનાથી શરીર માટે ઘણા ફાયદાઓ થાય છે. સામાન્ય રીતે વ્યક્તિને લાગે છે કે તેના કપડાં પરસેવાથી ભીના થઈ ગયા છે. પણ તેને ખબર નથી કે તેના શરીરમાંથી કેટલો પરસેવો નીકળી ગયો છે?

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Janva Jevu Gujarati – How much does a man sweat in a year

સ્કિનકેર ફર્મ – નિવિયાએ હવે આનો જવાબ આપ્યો છે, અને આ જવાબ તમને આશ્ચર્યચકિત પણ કરી નાખશે આ કંપનીના પોતાના નવા સંશોધન બાદ નિવિયાએ કહ્યું કે વ્યક્તિ એક વર્ષમાં 278 ગેલન એટલે કે 1264 (બારસો ચોસઠ) લિટર પરસેવો સામાન્ય રીતે પાડે છે.

નિવીયા સ્કિનકેર કંપનીએ જણાવ્યું કે જો 15 થી 82 લોકોનો પરસેવો એક જગ્યાએ એકઠો કરવામાં આવે તો તેમાંથી એક નાનું તળાવ બની શકે છે. આટલા પરસેવાથી લંડનનું એક્વેરિયમ ભરાઈ જશે અને પરસેવાની આ માત્રા સામાન્ય જીવનમાં હોય છે. જો વ્યક્તિ કસરત કરે છે તો તેના પરસેવાની માત્રા વધે છે.

જ્યારે વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિ કરે ત્યારે એક કલાકમાં તેના શરીરમાં અડધાથી બે લિટર પરસેવો થાય છે. તે જ સમયે તેઓ ખૂબ પરસેવો વહાવે છે. તેઓ લગભગ ત્રણ લિટર પરસેવો વહાવે છે. આ રિપોર્ટમાં પરસેવા સાથે જોડાયેલા અનેક તથ્યો બહાર આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે સ્ત્રીઓમાં આમ તો વધારે પરસેવો ગ્રંથીઓ હોય છે પરંતુ પુરુષો તેમના કરતાં વધુ પરસેવો કરે છે. આ સિવાય પરસેવો આવવો એ હવામાન અને સ્થૂળતા પર પણ આધાર રાખે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...