36 C
Ahmedabad

લગ્નની ગિફ્ટમાં વિસ્ફોટ પ્રકરણમાં નવો વળાંક, આરોપીનો પ્લાન તો કંઈક બીજો હતો: નવસારી

Published:

Navsari News Gujarati નવસારી: ગઈકાલે નવસારીમાં એક લગ્ન પ્રસંગ સમયે મળેલી ગિફ્ટ Wedding Gift Blast ખોલતાની સાથે જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે વરરાજા અને તેમના પરિવારનું બાળક ઈજાગ્રસ્ત થયું હતું. પોલીસ આ મામલે ગંભીરતા પૂર્વક ઉંડી તપાસ કરતા ગિફ્ટ વિસ્ફોટ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

નવસારીમાં લગ્ન પ્રસંગે મળેલી ગિફ્ટ વિસ્ફોટ પ્રકરણ Gift Blast મામલે રાજકુમાર પાંડિયને પત્રકાર પરિષદ યોજી મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઘટનામાં ગિફ્ટ મોકલનાર આરોપી શખ્સની પોલીસ ધરપકડ કરી લીધી છે. સાથ જ તેની પુછપરછ કરતા મોટ ખુલાસો થયો છે. આરોપી રાજેશ ધનસુખ પટેલએ પૂર્વ પ્રમિકાને નુકશાન પહોંચાડવાના ઈરાદે આ ગિફ્ટ આપી હતી.

Navsari News Gujarati: લગ્નની ગિફ્ટમાં વિસ્ફોટ પ્રકરણમાં નવો વળાંક: નવસારી

મહત્વની વાત છે કે પોલીસને તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે, આરોપીએ ગિફ્ટમાં આપેલ ટેડીબીયરની અંદર ડિટોનિયર માઈન ફિટ કરી દિધું હતું. તેનો પ્લાન પોતાની પ્રેમીકાની હત્યા કરવાનો હતો. પણ આ ગિફ્ટ ભૂલથી પ્રમીકાને બદલે વરરાજાએ ખોલી નાખતા વિસ્ફોટમાં વરરાજો ગંભીર રીતે ઘવાયો છે.

પોલીસે આ મામલે રાજેશની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આરોપી રાજેશ દ્વારા પ્રેમીકા જાગૃતિને વોટ્સએપ પર હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી, જેને પગલે તે સમયે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પંરતુ પરિવારને અંદાજ ન હતો કે તે આ હદ સુધી પહોંચી શકે છે.

Related articles

Recent articles