Homeલાઈફ સ્ટાઇલજાણો - શા માટે નવરાત્રિનો પ્રથમ દિવસે માતા શૈલપુત્રી પૂજા કરવામાં આવે...

જાણો – શા માટે નવરાત્રિનો પ્રથમ દિવસે માતા શૈલપુત્રી પૂજા કરવામાં આવે છે, અને પૂજાવિધિ… | Navratri 2021

-

નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીની આરાધનાથી શરૂ થાય છે,માતા શૈલપુત્રીને હિમાલયની પુત્રી માનવામાં આવે છે, આ જ કારણ છે કે તેનું નામ માતા શૈલપુત્રી છે – Navratri 2021 Gujarati

નવરાત્રિનો(Navratri 2021) પ્રથમ દિવસ માતા શૈલપુત્રીની આરાધનાથી શરૂ થાય છે, માતા શૈલપુત્રી સફેદ વસ્ત્રોમાં સફેદ નંદી પર બિરાજમાન છે. તેમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળનું ફૂલ છે. માતા શૈલપુત્રીને તેના સ્વભાવને કારણે તમામ જીવંત પ્રાણીઓની રક્ષક પણ માનવામાં આવે છે.
શૈલપુત્રી માતા વૃષોરુઢાં અને ઉમા જેવા અલગ-અલગ નામોથી ઓળખાય છે, આ પર્વતીય રાજાને હિમાલયની પુત્રી માનવામાં આવે છે, તેથી જ તેનું નામ માતા શૈલપુત્રી છે. સફેદ રંગ માતાને ખૂબ જ પ્રિય છે, તેથી તેને માત્ર સફેદ કપડાં અને સફેદ મીઠાઈ આપવામાં આવે છે.

આ વાર્તા ધાર્મિક વિધિથી શરૂ થાય છે, જે રાજા દક્ષપ્રજાપતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જે માત્ર ભગવાન શિવને ધિક્કારવા માટે,દક્ષપ્રજાપતિએ તે પ્રસંગ માટે શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું. આમંત્રણ વિના પણ, સતી તે પૂજાવિધિમાં જવા માટે અડગ હતા. તે પિતાના સ્નેહ, બહેનોનો પ્રેમ, અને માતાના પ્રેમનો ફરીથી મેળવવા માટે તેના ઘરે જવા માંગતી હતા.

શિવજીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેની ઈચ્છા જોઈને તે શાંત રહ્યા. ધાર્મિક વિધિમાં જઈને, સતીએ પોતે સમજી ગયા હતાકે, તેના પિતા દક્ષપ્રજાપતિ તેના પતિનું વારંવાર અપમાન કરી રહ્યા છે. સતી આ સહન ન કરી શક્યા અને પોતાની જાતને યજ્ઞકુંડની આગમાં હોમી દિધી અને તે તેજ આગથી ભસ્મ થયા.

શિવ સતીને ભસ્મ થતા જોઇને ગુસ્સે થયા અને દક્ષ પ્રજાપતિના સમગ્ર રાજ્યનો નાશ કર્યો. સતીનો બીજો જન્મ થયો. નવા જન્મમાં, તે પર્વતોના રાજા હિમાલયની પુત્રી તરીકે જન્મ્યા હતા. તેણીને શૈલપુત્રી નામ મળ્યું, જેને પાર્વતીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, અને તેને હેમાવતી પણ કહેવામાં આવે છે.

માતા શૈલપુત્રીની પૂજા વિધિ –

માતા શૈલપુત્રીની પૂજા કરવા માટે સૌ પ્રથમ સવારે સ્નાન કરો અને પછી તાજા સફેદ ફૂલોની પસંદગી કરો, પૂજા રૂમમાં માતા માટે પૂજા થાળી તૈયાર કરો. તમારા મનમાં માતા શૈલપુત્રીનું ધ્યાન કરો અને તેને ચોખા અને સફેદ ફૂલો અર્પણ કરો. આરતી માટે સુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. માતાની સામે બેસી દુર્ગા ચાલીસાનો પાઠ કરો. ઘણા ભક્તગણો સપ્તશતીનો પાઠ પણ કરે છે.

આ મંત્રોનો જાપ કરો –

या देवी सर्वभूतेषु शैलपुत्री रूपेण संस्थिता।
नमस्तस्य नमस्तस्यै, नमस्तस्यै नमो नम:।
ओम् शं शैलपुत्री देव्यै: नम:।

Must Read