Homeરાષ્ટ્રીયPM મોદીના જન્મદિવસ સામે કોંગ્રેસનો 'રાષ્ટ્રીય બેરોજગારી દિવસ'

PM મોદીના જન્મદિવસ સામે કોંગ્રેસનો ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’

-

Congress Celebrate Rashtriya Berojgar Diwas on PM Modi Birthday: National News in Gujarati

PM Modiના જન્મદિવસ પર આજે ‘Rashtriya Berojgar Diwas’ ઉજવી રહી છે Youth Congress

આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Birthday) નો જન્મદિવસ છે. આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીની યુવા વિંગે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જાણ કરવામાં આવી છે કે ભારતીય યુવા કોંગ્રેસ 17 સપ્ટેમ્બરને ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ તરીકે ઉજવશે. કોંગ્રેસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વધી રહેલી બેરોજગારીને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવી રહ્યું છે.

યુથ કોંગ્રેસ બપોરે 12 વાગ્યે યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ની ઉજવણી કરશે. યુથ કોંગ્રેસ વતી રાહુલ રાવ (National Media IN charge) એ આ માહિતી આપી છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ભારતીય યુવા કોંગ્રેસે પહેલેથી જ કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય બેરોજગારી દિવસ’ અંતર્ગત સમગ્ર દેશમાં સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી. તેમણે કહ્યું હતું કે, ‘મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાના મોટા વચનો આપીને સત્તામાં આવી હતી, પરંતુ આજે કેન્દ્ર સરકાર રોજગારના મુદ્દે સંપૂર્ણપણે મૌન છે. દેશમાં બેરોજગારીનો દર એક વર્ષમાં 2.4 ટકાથી વધીને 10.3 ટકા થયો છે. સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે.

આ વર્ષે પીએમ મોદીને અભિનંદન આપતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું. આમાં તેમણે લખ્યું છે, ‘હેપ્પી બર્થ ડે, મોદીજી’. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ બેરોજગારીના મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા વર્ષ 2020 માં પણ આવું જ કંગ્રેસે કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર #UnemploymentDay ટ્રેન્ડ કર્યું હતું. રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે યુવાનો #બેરોજગારી દિવસની ઉજવણી કરવા મજબૂર છે

Must Read