36 C
Ahmedabad

કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ આવું ચિંતન, પરસેવો પાડવો પડશે તેવું સ્વિકાર્યું

Published:

National Politics News ઉદયપુર : પંજાબ, ઉત્તર પ્રદેશમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસ માટે મોટો પડકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવી રહી છે. આમ તો દેશભરમાં કોંગ્રેસની સ્થિતી કથળી રહી હોય તેવું જણાય છે. એવામાં કોંગ્રેસ Congress ફરી બેઠી કરવાના ઉદ્દેશ સાથે ચિંતન કરવા માટે રાજસ્થાનના ઉદયપુર ખાતે કોંગ્રેસની નવ સંકલ્પ ચિંતન શિબિર Nav Sankalp Chintan Shivir યોજવામાં આવી છે. જેમાં તેમણે ઓક્ટોબર માસથી યાત્રા કરી લોકો સુધી પહોંચવાની વાત કરી છે.

ઉદયપુર ખાતેની આ શિબિરમાં રાહુલ ગાંધી Rahul Gandhi એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી જવાબદારી છે વિચારધારાને બચાવવાની, આપણે લોકો સુધી જવાનું છે. આપણે લોકો પાસે વિચાર્યા વગર લોકો પાસે બેસી તેમની તેમની સમસ્યા શું છે તે સમજવાની છે. જનતા સાથે આપણું જે જોડાણ હતું તે ફરી બનાવવુ પડશે. લોકો જાણે છે કે માત્ર કોંગ્રેસ પક્ષ જ દેશને આગળ લઈ જઈ શકે તેમ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે ભારતના યુવાનોના ભવિષ્યને બરબાદ કરી નાખ્યું છે. એક તરફ બેરોજગારી, બીજ તરફ ફુગાવો છે અને યુક્રેનમાં યુધ્ધ થયું છે. જેની અસર આવનારા સમયમાં મોંઘાવારી પર પડશે. કોંગ્રેસે નક્કી કર્યું છે કે ઓક્ટોબર મહિનાથી સમગ્ર કોંગ્રેસ પાર્ટી જનતા વચ્ચે જશે અને પ્રવાસ કરશે. આ શોર્ટકટથી થવાનું નથી આ માત્ર કામ અને પરસેવો પાડીને જ થઈ શકે છે.

પંજાબ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક સંવાદની છૂટ છે પણ ભાજપ કે આરએસએસમાં તેવું નથી. અને આ જ કારણ છે કે કોંગ્રેસની વધારે ટીકા થાય છે.

પાર્ટીની રણનીતિમાં રહેલી ખામીઓને સ્વીકારતા ગાંધીએ કહ્યું કે, ભાજપ કોમ્યુનિકેશનમાં વધુ સારી છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે પુષ્કળ પૈસા છે અને તે લોકો સાથે કોમ્યુનિકેશન કરવામાં કોંગ્રેસ કરતા વધુ સારી છે. “આપણે સંદેશાવ્યવહાર સુધારવો પડશે અને લોકો સાથે જોડાવું પડશે.”

ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ ઓકટોબરમાં પ્રજા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુર્ણ થઈ જશે કે નહીં. સાથે જ ઓકટોબરનો પ્લાન પુર્ણ કરવામાં અને પરસેવો પાડી કોમ્યુનિકેશનમાં સુધારો કરી જનતા વચ્ચે કોંગ્રેસને પહોંચાડવામાં કોંગ્રેસ સફળ રહે છે કે કેમ. હાલ પુરતી આ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ કરેલી વાતો ડ્હાપણથી વધારે કંઈ જણાતી નથી.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ આવું ચિંતન- પરસેવો પાડવો પડશે તેવું સ્વિકાર્યું

Related articles

Recent articles