Homeરાષ્ટ્રીયઈદ પર મનસેના રાજ ઠાકરેની મોટી જાહેરાત, ટ્વિટ કરી આપી માહિતી: મહારાષ્ટ્ર

ઈદ પર મનસેના રાજ ઠાકરેની મોટી જાહેરાત, ટ્વિટ કરી આપી માહિતી: મહારાષ્ટ્ર

-

National Politics News : દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા લાઉડસ્પીકરના વિવાદને લઈ રાજકારણ Politics શરૂ થયું છે. જેમા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે Raj Thackrey MNS પણ પાછળ નથી રહ્યાં. તેમણે આ મામલે મહારાષ્ટ્રમાં મોટા પાયે ગતિવિધીઓ શરૂ કરી છે. ત્યારે ગઈકાલે ઓરંગાબાદની સભા અને અને તેમનું આજનું ટ્વિટ અહેવાલ બન્યા છે. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે મહાઆરતી રદ્દ કરવાની જાહેરાત કરતી ટ્વિટ રાજ ઠાકરે દ્વારા કરવામાં આવી છે.

મહત્વની બાબત છે કે, ગત 19 એપ્રિલના રોજ મનસે એ મહારાષ્ટ્રના કાર્યકરોને 3 મેના અક્ષય તૃતીયા નિમીતે લાઉડસ્પીકર Loudspeaker પર મંદિરોમાં આરતી કરવા આહવાન કર્યું હતું. મહત્વની વાત છે કે તારીખ 3 મેના રોજ ઈદ પણ હોવાથી રાજ ઠાકરે એ મહાઆરતી રદ્દ કરવાની જાહેરાત કરી છે.

ટ્વિટ Tweet કરતા રાજ ઠાકરે એ લખ્યું છે કે, “આવતીકાલે ઈદ Eid છે. મેં ગઈકાલે સંભાજીનગરના ગૃહમાં આ વિશે વાત કરી હતી.  મુસ્લિમ સમાજનો આ તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવો જોઈએ. અક્ષય તૃતીયાની જેમ તમારા તહેવારના દિવસે ક્યાંય પણ આરતી ન કરો, જેમ કે પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. આપણે કોઈની મિજબાનીમાં દખલ કરવાની જરૂર નથી. લાઉડસ્પીકરનો વિષય ધાર્મિક નહીં પરંતુ સામાજિક છે અને તેના માટે આપણે ખરેખર શું કરવાનું છે, હું આવતીકાલે ટ્વીટ કરીશ. બસ, અત્યારે તો બસ એટલું જ!”

ઈદ પર MNSના રાજ ઠાકરે Raj Thackreyની મોટી જાહેરાત અક્ષય તૃતીયાની પુજા નહીં કરવા ટ્વિટ

તાજેતરમાં જ શરૂ થયેલા મસ્જિદ પરના લાઉડસ્પીકરને લઈ શરૂ થયેલા વિવાદ બાદ રાજ ઠાકરે દ્વારા આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ રવિવારે ઓરંગાબાદની વિશાળ સભા કરી તેમને આ મામલાને પુરેપુરો રાજકીય રંગ આપી દેવામાં આવ્યો હોય તેમ જણાય છે. તેઓ એ મહારાષ્ટ્ર સરકારને મસ્જિદો પરના લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી પણ આપી છે.

Must Read