Homeરાજકારણ'હેટ-ઇન-ઇન્ડિયા’ અને ‘મેક-ઇન-ઇન્ડિયા’ એક સાથે ન રહી શકે': રાહુલના મોદી પર આકરા...

‘હેટ-ઇન-ઇન્ડિયા’ અને ‘મેક-ઇન-ઇન્ડિયા’ એક સાથે ન રહી શકે’: રાહુલના મોદી પર આકરા પ્રહાર

-

National Gujarati News: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતમાંથી કેટલીક મોટી વૈશ્વિક કંપનીઓના એક્ઝિટ કરવાની વાતને લઈ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હું કે, , ‘હેટ ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ એક સાથે રહી શકે નહીં. સાથેજ તેમણે દેશની વધતી બેરોજગારી મામલે પણ પ્રહાર કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીને એ “વિનાશક બેરોજગારી કટોકટી” પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વિટ કરી લખ્યું છે કે, ભારતમાં જે કંપનીઓ કાર્યરત હતી તે હવે બહાર નીકળી ગઈ છે. 7 વૈશ્વિક બ્રાન્ડ્સ, 9 ફેક્ટરીઓ, 649 ડીલરશીપ, 84,000 નોકરીઓ. સાથે જ એક ટ્વિટમાં તેમણે ઉમેર્યું કે, મોદીજી હેટ ઈન ઈન્ડિયા તેમજ મેક ઈન ઈન્ડિયા સાથે રહી શકતા નથી. ભારતની વિનાશક બેરોજગારીની કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે.

ભારત છોડી ગયેલી 7 વિદેશી કંપનીના નામ સાથે એક તસવીર સાથે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. આ તસવીરમાં 2017માં શેવરોલે, 2018માં મેન ટ્રક, 2019માં ફિયાટ અને યુનાઇટેડ મોટર્સ, 2020માં હાર્લી ડેવિડસન, 2021માં ફોર્ડ અને 2022માં ડેટસન જેવી કંપનીઓ જોવા મળી હતી. આ કંપનીઓ ભારત છોડી બહાર નિકળી ગઈ છે.

National News Gujarati : હેટ-ઇન-ઇન્ડિયા અને મેક-ઇન-ઇન્ડિયા એક સાથે ન રહી શકે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ મંગળવારના રોજ પણ બેરોજગારીના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મોદી “માસ્ટરસ્ટ્રોક”ને કારણે 45 કરોડથી વધુ લોકોએ નોકરી મેળવવાની આશા ગુમાવી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે, PM મોદી ૭૫ વર્ષમાં આ પ્રકારના “પ્રથમ પ્રધાનમંત્રી” છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ન્યૂ ઈન્ડિયાનું નવું સૂત્ર, ‘હર-ઘર બેરોજગારી’, ‘ડોર-ટુ-ડોર બેરોજગારી’. 75 વર્ષમાં મોદીજી દેશના પહેલા એવા વડાપ્રધાન છે, જેમના ‘માસ્ટર્સસ્ટ્રોક્સ’એ 45 કરોડથી વધુ લોકો દ્વારા નોકરી મળવાની આશા છોડી દીધી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....