National News in Gujarati : કર્ણાટકના (Karnataka) માંડ્યા જિલ્લામાં એખ સરકારી સહાયથી ચાલતી શાળા એ વિદ્યાર્થીનીઓને સોમવારે શાળા પરિસરમાં પ્રવેશ કરતા પહેલા હિજાબ (Hijab) હટાવવા કહ્યું હોવાના અહેવાલ છે. ગત સપ્તાહે હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપતા કહ્યું હતુ કે શૈક્ષણિક સંસ્થાઓ ફરી ખોલી શકાય છે, પરંતુ ધર્મ સાથે સંકળાયેલા પરિધાનની અનુમતિ નહીં આપવામાં આવે.
જૂઓ વીડિયો – હિજાબ મામલે આદિત્યનાથ શું બોલ્યા ! રાજકારણમાં ગરમાવો
સમાચાર એજેન્સી એએનઆઈ દ્વારા શેર કરાવામાં આવેલા વીડિયોમાં એક મહિલા (સંભવતઃ શિક્ષક) શાળાના પ્રવેશ દ્વાર પર હિજાબ પહેરી આવતી વિદ્યાર્થીનીઓને રોકે છે અને તેને હટાવવા આદેશ કરે છે. વીડિયોમાં કેટલાક માતા-પિતા આ મામલે રકઝક કરતા પણ દેખાય છે. કારણ કે તેમની દિકરીઓને શાળામાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. આ રકઝખ બદા વિદ્યાર્થીનીઓ એ હિજાબ હટાવી લીધા અને શાળાના પરિસરમાં પ્રવેશ કર્યો હતો.
National News Video વીડિયો હિજાબ ઉતારો શાળામાં પ્રવેશ પહેલા Hijab ઉતારાવાયા
વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ જે વિદ્યાર્થીના વાલી જણાય છે. બાદમાં તેઓ બહાર ઉભેલી મહિલા સાથે વાતચીત કરે છે અને બાદમાં તેમની દિકરીઓને હિજાબ હટાવી શાળાએ જવાની મંજૂરી આપે છે.
ઉલ્લેખનીય છે કે, હિજાબ મામલે વિવાદ વકરતા ધોરણ 10 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી હતી જે ફરી ખુલી ગઈ છે. ધોરણ 11-12ની શાળાઓ બુધવાર સુધી બંધ ચે. હિજાબ મામલે હાઈકોર્ટમાં સુનવણી પણ ચાલી રહી છે.