Homeરાષ્ટ્રીયભાગલપુર બ્લાસ્ટ, 7ના મોત પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી ટ્વિટ કર્યુ

ભાગલપુર બ્લાસ્ટ, 7ના મોત પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી ટ્વિટ કર્યુ

-

આજના સમાચાર National News in Gujarati : Bihar : ગઈકાલે ગુરૂવારે બિહારના ભાગલપુર જિલ્લામાં રાત્રીના સમયે એક બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં એક બાળક સહિતના સાત લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ છે, તો કેટલાક ઘાયલ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ત્યારે ભાગલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેને સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે, જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તે ઘરમાં રહેતો પરિવાર ફટાકડા બનાવવામાં સામેલ હતો.”

ભાગલપુર જિલ્લા મેજીસ્ટ્રેટે વધુ વિગત આપી હતી કે, ગરૂવારે રાત્રીના 13:30 વાગ્યે કાજવાલીચક વિસ્તારમાં યતિમખાના પાસે એક બિલ્ડિંગમાં ઘડાકો થયો હતો. જેની માહિતી મળતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તુરંત જ ફસાયેલા લોકોને રેસ્ક્યુ માટે ઈમારતનો કાટમાળ જેસીબી વડે હટાવવામાં આવી રહ્યો હતો.

વિડીયો video બે શિક્ષકોએ લીધા ધુમ્બા રાસ

યુક્રેનના કિવમાં ભારતીયને વાગી ગોળી: વી.કે. સિંહનું નિવેદન

અહેવાલો પરથી માલુમ પડે છે કે, હજુ કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે તેમ છે. તેમજ આ વિસ્ફોટ ખુબ ભયંકર હતો કે નજીકના ત્રણ મકાનોની દીવાલો સહિત ઈમારત સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ છે. એટલું જ નહીં પણ પાસેના મકાનોમાં સૂઈ રહેલા લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.આ જોરદાર વિસ્ફોટનો ધડાકો ખુબ દુર સુધી સંભળાયો હતો.

Bihar News in Gujarati ભાગલપુર બ્લાસ્ટ, 7ના મોત પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત – આજના સમાચાર

આ ઘટના બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Narendra Modi પણ ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેમણે ઘટનાને દુઃખદ ગણાવી દુઃખ વ્યક્ત કર્યું હતુ. જેમાં તેમણે લખ્યું છે કે, ‘બિહારના ભાગલપુરમાં વિસ્ફોટના કારણે જાનહાનિના સમાચાર દુઃખદાયક છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી @NitishKumar જી સાથે વાત કરી છે. તેમજ તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે અને પીડિતોને તમામ શક્ય સહાય આપવામાં આવી રહી છે.’

Must Read