Homeરાષ્ટ્રીયમથુરામાં શાહી ઈદગાહ હટાવવા મામલે થયેલી અરજી ગ્રાહ્ય રાખતી કોર્ટ: Shri Krishna...

મથુરામાં શાહી ઈદગાહ હટાવવા મામલે થયેલી અરજી ગ્રાહ્ય રાખતી કોર્ટ: Shri Krishna Janmabhoomi

-

National Gujarati News મથુરા : ઉત્તર પ્રદેશના મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન ઈદગાહ એપિસોડમાં જિલ્લા ન્યાયાધીશ રાજીવ ભારતીની કોર્ટે મોટો નિર્ણય લીધો છે. જેમાં કોર્ટ દ્વારા શ્રી કૃષ્ણ વિરાજમાનની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે. કોર્ટમાં દાવો સ્વીકારવા મામલે છેલ્લા દોઢ વર્ષથી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રિવિઝન અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ મામલે DGC શિવરામ તારકરે જણાવ્યું કે, આજરોજ કોર્ટ દ્વારા અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે. પરંતુ જિલ્લા ન્યાયાધીશ હવે આ મેટર સુનવણી માટે કઈ કોર્ટને આપશે, તે મામલે હજૂ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ અયોધ્યા મામલે પણ રંજના અગ્નિહોત્રીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. સુપ્રિમ કોર્ટના એડવોકેટ દ્વારા શ્રી કૃષ્ણ જન્મસ્થાનની 13.3 7 એકર જમીન મામલે દાવો કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે, આ જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાનની છે. જ્યાં શાહી ઈદગાહ છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ અને મંદિરનો ગર્ભગૃહ આવેલો છે. આ કેસમાં હાજર રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, ગુરૂવારે આપવામાં આવેલા નિર્ણયમાં કોર્ટે દલીલો બાદ સંબંધિત નિર્ણય અનામત રાખ્યો છે.

એડવોકેટ રંજના અગ્નિહોત્રી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા કેસમાં, શાહી ઇદગાહ મસ્જિદની જમીનને શ્રી કૃષ્ણ વિરાજમાનની સંપત્તિ હોવાનું કહેવાયું છે. સાથે જ તેમણે આ મામલે કોર્ટને કહ્યું છે કે, આ મિલકત શ્રી કૃષ્ણ વિરાજમાનને સોંપવામાં આવે. કોર્ટમાં સૌ પ્રથમ આ મામલે દાવો રજૂ કરનાર સુપ્રીમ કોર્ટના એડવોકેટે શ્રી કૃષ્ણ જન્સ્થાન ટ્રસ્ટ તથા શાહી ઈદગાહ મસ્જિદ સાથ સબંધિત પદાધિકારીઓ વચ્ચેના કરારને ખોટો ગણાવ્યો હતો.

મથુરામાં શાહી ઈદગાહ હટાવવા મામલે થયેલી અરજી ગ્રાહ્ય રાખતી કોર્ટ: Shri Krishna Janmabhoomi

ગત તારીખ 5મી મેના રોજ વાદી વતી રોકાયેલા એડવોકેટ વિષ્ણુશંકર જૈન અને અન્યોએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી. તો બીજી તરફ શાહી ઇદગાહ મસ્જિદના સેક્રેટરી એડવોકેટ તનવીર અહેમદ અને અન્ય વકીલોએ પણ કોર્ટમાં પોતાના તરફનો પક્ષ રજૂ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ન્યાયાધીશ રાજીવ ભારતીએ નિર્ણય અનામત રાખતા નિર્ણય માટે 19મી મેની તારીખ નક્કી કરી હતી. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અમે કોર્ટમાં અમારો પક્ષ રજૂ કર્યો છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...