Homeરાષ્ટ્રીયઈન્દોરમાં બે માળના મકાનમાં ભીષણ આગ, 7 ના મૃત્યુ, 9નો બચાવ: મધ્યપ્રદેશ

ઈન્દોરમાં બે માળના મકાનમાં ભીષણ આગ, 7 ના મૃત્યુ, 9નો બચાવ: મધ્યપ્રદેશ

-

National News Gujarati ઈન્દોર: મધ્યપ્રદેશ Madhya Pradeshના વેપારી શહેર ઈન્દોરની સ્વર્ણ બાગ કોલોનીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકો જીવતા દાઝી ગયા છે. કોલોનીમાં બે માળના મકાનમાં આગ ફાટી નીકળ્યા બાદ રાહત અને બચાવ ટીમે ત્યાંથી 9 લોકોને બચાવી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ જે મકાનમાં આગ લાગી તે અન્સાર પટેલનું ઘર છે.

વિજય નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તહઝીબ કાઝીના જણાવ્યા અનુસાર, આગથી પ્રભાવિત રહેણાંક મકાનમાંથી પાંચ લોકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આગ ઈલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને તેણે પહેલા બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને લપેટમાં લીધા હતા.

ઈન્દોરમાં બે માળના મકાનમાં ભીષણ આગ 7 ના મૃત્યુ 9નો બચાવ: મધ્યપ્રદેશ News Gujarati

કાઝીના જણાવ્યા અનુસાર, આગમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકોના મોત ધુમાડાના કારણે ગૂંગળામણને કારણે થયા હતા. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

બિલ્ડિંગના માલિક અન્સાર પટેલની પોલીસે અટકાયત કરી છે અને તેમની સામે આઈપીસીની કલમ 304A હેઠળ બેદરકારીથી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે કારણ કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો લગાવવામાં આવ્યા ન હતા, જેમાં દરેક ફ્લોર પર ફ્લેટ હતો. . અંસારે ફ્લેટ ભાડે આપ્યો હતો.

Must Read