35 C
Ahmedabad

પ્રયાગરાજ તોફાનના માસ્ટરમાઈન્ડ જાવેદના ઘર પર બુલડોઝર ફર્યું, 10 હજાર જવાનોનો બંદોબસ્ત

Published:

National News Gujarati લખનૌ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ [Prayagraj]માં હિંસાના કથીત રીતે માસ્ટરમાઈન્ડ આરોપી જાવેદનું ઘર તોડવામાં આવી રહ્યું છે. આરોપી જાવેદના ઘર પર બે બુલડોઝર વડે તોડી પાડવાની કાર્યવાહી કરી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ ઘરમાંથી રહેલા વાસણ અને કપડા જેવી સામગ્રીને બહાર કાઢી નાખવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હિંસાની ઘટના બાદ કથીત માસ્ટર માઈન્ડ આરોપીનું ઘર તોડવા પહોંચેલી ટીમે બાઉન્ડ્રીવૉલ તોડી અંદર પહોંચી હતી. સાવચેતીના પગલા લેતા તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ સહિત હજારોની સંખ્યામાં જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંદાજે એક કિલોમીટરની ત્રીજીયામાં જ 10 હજાર જવાનોનો બંદોબસ્ત હોવાની માહિતી અહેવાલો મારફતે મળી રહી છે. ઘરની આસપાસ વિસ્તારમાં બેરિકેડીંગ કરી કોર્ડન કરવામાં આવ્યું છે અને સી.સી.ટી.વી. કેમેરા લગાવી વોચ રાખવામાં આવી રહી છે.

વધુ વાંચો- એરેસ્ટ નૂપુર શર્માના પોસ્ટર ચોંટ્યા, પોલીસે તાત્કાલીક હટાવવા કાર્યવાહી કરી: રાજકોટ

મીડિયાના અહેવાલો પરથી માહિતી મળે છે કે પ્રયાગરાજ પોલીસે હિંસાના કેસના 70 જેટલા આરોપી ઓળખી કાઢ્યા છે. આરોપીઓ પર 29 કલમો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. હાલ સુધીમાં 68 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી નૈની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં 4 આરોપી સગીર વયના હોય તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી અને નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે પોલીસ મીડિયા અને સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજના આધારે તપાસ ચલાવી રહી છે.

પ્રયાગરાજ તોફાનના માસ્ટરમાઈન્ડ જાવેદના ઘર પર બુલડોઝર ફર્યું News Gujarati

આરોપી ઘર છોડીને ભાગી ગયા છે
પોલીસ અટાલા, કરૈલી અને અન્ય આસપાસના વિસ્તારમાં સતત સર્ચ કરી રહી છે. જોકે મોટાભાગના ઉપદ્રવીઓ ઘર છોડીને ભાગી ગયા છે. ઉપદ્રવીઓના ઘરે મહિલાઓ જ છે. શૌકત અલી માર્ગ, મિર્જા ગાલિબ રોડથી લઈને મજદિયા ઈસ્લામિયા ઈન્ટર કોલેજવાળી ગલીમાં તમામ ઘરને તાળા લાગેલા છે. CCTVથી ઓળખ થયા પછી સમગ્ર અટાલા ક્ષેત્રમાં સન્નાટો છે.

Related articles

Recent articles