Homeરાષ્ટ્રીયહરિયાણાના પૂર્વ CM ચૌટાલાને 4 વર્ષ જેલની સજા, અગાઉ એક કેસ મામલે...

હરિયાણાના પૂર્વ CM ચૌટાલાને 4 વર્ષ જેલની સજા, અગાઉ એક કેસ મામલે પણ 10 વર્ષની સજા ભોગવી હતી

-

National News in Gujarati નવી દિલ્હી : હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ચૌટાલાને 4 વર્ષની જેલની સાથે 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચૌટાલાની ચાર મિલકતો પણ જપ્ત કરવામાં આવશે. જેમાં હેલીરોડ, પંચકુલા, ગુરુગ્રામ અને આસોલાની મિલકતોનો સમાવેશ થાય છે. આ પહેલા દિલ્હીની એક કોર્ટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલે ચુકાદો સંભળાવતા આગામી સુનાવણી 26 મેની તારીખ નક્કી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે CBI એ વર્ષ 2005માં FIR નોંધી હતી. એજન્સીએ 26 માર્ચ, 2010ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે ચૌટાલાની રૂ. 6.09 કરોડની સંપત્તિ 1993 અને 2006 વચ્ચેની તેમની કાયદેસરની આવક કરતાં ઘણી વધારે હતી.

અગાઉ 10 વર્ષની ભોગવી છે સજા

અગાઉ, ચૌટાલા શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. સજાના સમયનો ઉપયોગ કરીને, હરિયાણાના 82 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાએ 12મા ધોરણની પરીક્ષા પ્રથમ વિભાગમાં પાસ કરી. સજા દરમિયાન, તેણે તિહાર જેલમાં કેદીઓ માટે સ્થાપિત કેન્દ્રમાં નેશનલ ઓપન સ્કૂલ દ્વારા આયોજિત 12માની પરીક્ષામાં હાજરી આપી હતી. ફાઈનલ પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. આ દરમિયાન તેને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. પરંતુ પરીક્ષા કેન્દ્ર જેલ પરિસરની અંદર હોવાથી તે પાછા જેલમાં આવ્યા હતા અને પરીક્ષા આપી હતી.

હરિયાણાના પૂર્વ CM ચૌટાલાને 4 વર્ષ જેલની સજા -Om Prakash Chautala News Gujarati

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....