Homeરાષ્ટ્રીયઆંધ્રપ્રદેશના મંત્રીના ઘરને આગ ચાંપી જિલ્લાના નામ બદલવાને લઈને ગુસ્સે ભરાયું ટોળું

આંધ્રપ્રદેશના મંત્રીના ઘરને આગ ચાંપી જિલ્લાના નામ બદલવાને લઈને ગુસ્સે ભરાયું ટોળું

-

National News in Gujarati નવી દિલ્હી : આંધ્રપ્રદેશ Andhra Pradesh ના અમલાપુરમ શહેરમાં મંગળવારે બપોરે પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યાં નવા બનેલા કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનસીમા જિલ્લા રાખવાના પ્રસ્તાવ સામે ભીડ વિરોધ કરી રહી હતી. હિંસામાં પરિવહન મંત્રી પિનીપ વિશ્વરૂપુના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે મંત્રી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પ્રદર્શનકારીઓએ પરિવહન મંત્રી પિનીપે વિશ્વરૂપુના ઘરને આગ ચાંપી દીધી હતી.

પ્રદર્શનકારીઓએ એક પોલીસ વાહન અને એક શૈક્ષણિક સંસ્થાની બસને પણ આગ ચાંપી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આંધ્રપ્રદેશના મંત્રીના ઘરને આગ ચાંપી જિલ્લાના નામ બદલવાને લઈને ગુસ્સે ભરાયું ટોળું

રાજ્યના ગૃહપ્રધાન તનેતી વનિતાએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. અમે મામલાની તપાસ કરીશું અને દોષિતોને ન્યાય અપાવીશું.

નોંધનીય છે કે 4 એપ્રિલે કોનસીમા જિલ્લો પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે, રાજ્ય સરકારે કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા રાખવાની પ્રાથમિક સૂચના જાહેર કરી લોકો પાસેથી વાંધો આમંત્રિત કર્યા હતા.

આ પૃષ્ઠભૂમિ સામે, કોનાસીમા સાધના સમિતિએ નામ બદલવાની દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો અને જિલ્લાનું નામ યથાવત રાખવાની માંગ કરી હતી. જિલ્લાના નામ બદલવાના વિરોધમાં જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ શુક્લાને મેમોરેન્ડમ આપવાનો પ્રયાસ કરતી વખતે સમિતિએ મંગળવારે પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

Must Read