Homeરાષ્ટ્રીયધારાસભ્ય મેવાણીની બીજા કેસમાં 5 દિવસની રિમાન્ડ મંજૂર, જાણો સમગ્ર મામલો

ધારાસભ્ય મેવાણીની બીજા કેસમાં 5 દિવસની રિમાન્ડ મંજૂર, જાણો સમગ્ર મામલો

-

National Gujarati News : ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ પાલનપુર ખાતેથી ગત 20 એપ્રિલના રોજ ધરપકડ કરી હતી. આ મામલે કોંગ્રેસે રાજકીય હંગામો પણ કર્યો હતો. આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીને કથિત ટ્વિટ મામલે ધરપકડ કરી હતી. જે મામલો જિજ્ઞેશ મેવાણી Jignesh Mevani ને અદાલતે જામીન પર છોડી મુક્યા હતા. પરંતુ આસામ પોલીસે અન્ય એક ફરિયાદ મામલે ફરી ધરપકડ કરી હતી. જે કેસ સંદર્ભે અદાલતે જિજ્ઞેશ મેવાણીની 5 દિવસની રિમાન્ડ મંજૂર કરતા પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

ગત 20 એપ્રિલે જિજ્ઞેશ મેવાણીને કથિટ ટ્વિટ મામલે ધરપકડ કરી હતી જે મામલે અદાલતે જામીન આપ્યા હતા. પરંતુ ગત 21 એપ્રિલના રોજ નોંધાયેલી એક ફરિયાદ મામલે આજરોજ અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં જિજ્ઞેશ મેવાણી વિરૂધ્ધ આઇપીસીની કલમ 294 (અશ્લીલ કૃત્યો અને ગીતો), 323 (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા બદલ), 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ), અને 354 (તેની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.

જિજ્ઞેશ મેવાણી પર કથિત ગુનાની ફરિયાદ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ સાથે રહેલા ત્રણ અધિકારીઓ સહિત જિજ્ઞેશ મેવાણીને તારીખ 21 એપ્રિલના રોજ બપોરે સરકારી વાહનમાં ગુવાહાટી એરપોર્ટથી કોકરાઝાર લઈ જતા હતા દરમિયાન મેવાણીએ તેમની સામે “અશિષ્ઠ શબ્દો” નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે મેવાણીને યોગ્ય વર્તનક કરવાનું જણાવાતા તે ઉશ્કેરાઈ ગયા અને વધારે અભદ્ર શબ્દ પ્રયોગ કરવા લાગ્યા હતા. ઉપરાંત આક્ષેપ છે કે મેવાણીએ તેમની તરફ આંગળી પણ ચીંધી હતી અને ધક્કો મારી બળજબરી પુર્વક સીટ પર ધકેલી દિધા હતા. અને ધક્કો મારતી વખતે પોલીસના આ મહિલા ફરિયાદી અધિકારીએ અયોગ્ય રીતે સ્પર્શ કરી નમ્રતાને ઠેસ પહોંચાડી હતી.

આ મામલે જિજ્ઞેશ મેવાણીના વકિલ અંગશુમન બોરાએ મીડિયાને જણાવ્યું કે, મેવાણી પરનો આ સંપૂર્ણ પણે ખોટો અને ઉપજાવી કાઢેલો કેસ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....