Homeરાષ્ટ્રીયખભે પોઠીયો થઈ પૂરગ્રસ્ત વિસ્તારમાં નિકળેલા ભાજપના ધારાસભ્યનો વિડીયો આવ્યો સામે: આસામ

ખભે પોઠીયો થઈ પૂરગ્રસ્ત વિસ્તારમાં નિકળેલા ભાજપના ધારાસભ્યનો વિડીયો આવ્યો સામે: આસામ

-

National Gujarati News ગુવાહાટી : પૂર્વોત્તરના રાજ્ય આસામ (Asam)માં લગભદ દરેક વર્ષે વરસાદના કારણે પૂરની સ્થિતી સર્જાતી રહે છે. આ વખતે પણ આસામમાં પૂર આવવાથી લાખો લોકો પ્રભાવિત થયા છે. રાબેતા મુજબ પૂર આવે એટલે નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તાર (Flood Area) અને પૂર પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા. આ જ પ્રકારે મુલાકાતે પહોંચેલા એક ભાજપના ધારાસભ્યનો વિડીયો Video સામે આવ્યો છે. પરંતુ આ વિડીયોમાં નેતાજી પાણીથી બચવા માટે એક કર્મચારીની પીઠ પર સવારી કરતા જોવા મળે છે. નેતાજીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી એ.એન.આઈ.ના અહેવાલ પરથી માહિતી મળે છે કે, લુમડિંગ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સિબુ મિશ્રા (BJP MLA Sibu Misra) આસામમાં આવેલા પૂર બાદ પીડિતો અને રાહતની સમીક્ષા કરવા માટે નિકળ્યા હતા. પૂર ગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના ધારાસભ્ય સિબુ મિશ્રા જ્યારે મુલાકાત કરી રહ્યાં હતી ત્યારે પાણીથી બચવા માટે તેઓ એક કર્મચારીની પીઠ પર સવારી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થતા નેતાજી જનતા સમક્ષ ઉઘાડા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આસામના 27 જિલ્લામાં સાડા છ લાખ કરતા પણ વધારે લોકો પ્રિ-મોન્સૂન વરસાદના કારણે આવેલા પૂરના કારણે મુશ્કેલીમાં છે. ભયંકર પૂરના કારણે પીડિતોને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પુરગ્રસ્ત લોકોને અંદાજે 50 હજાર લોકો માટે ઊભી કરાયેલી 248 રાહત શિબીરોમાં ખસેડવામાં આવ્યા છે.

ખભે પોઠીયો થઈ પૂરગ્રસ્ત વિસ્તારમાં નિકળેલા ભાજપના ધારાસભ્યનો વિડીયો આવ્યો સામે: આસામ

આસામના હોજાઈ અને કછાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે. પ્રત્યેક જિલ્લામાં અંદાજે 1 લાખ કરતા વધારે પૂર પ્રભાવિત લોકોનો આંકડો છે. ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સેનાએ બચાવ અભિયાન શરૂ કરી હોજાઈ જિલ્લામાં ફસાયેલા 2000થી વધારે લોકોના જીવ બચાવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ આસામને શક્ય એટલી મદદ આપવાની ખાતરી આપવામાં આવી છે. તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, તેઓએ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા સાથે ચર્ચા કરી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....