Homeમનોરંજનગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી - 2021 માં જોડાવાની ઉમદા તક

ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી – 2021 માં જોડાવાની ઉમદા તક

-

રાજકોટ તા. ૦૩ ડીસેમ્બર – રાજ્યના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન- વિદ્યાર્થી યુવક / યુવતિઓને ‘‘આરોહણ-અવરોહણ સ્પર્ધા’’ માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા ‘‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા’’ યોજવાનું નકકી કર્યુ છે.

તદ્ અનુસાર રાજ્ય સરકારના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે ૧ (એક) દિવસની ‘‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા’’ જાન્યુઆરી-૨૦૨૧ માં ગીરનાર-જુનાગઢ ખાતે યોજવામાં આવનાર છે.

National Girnar Ascending Descending Competition 2021

માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જુનાગઢને તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાનું રહેશે.

ગુજરાતના ઇડર, પાવાગઢ, ચોટીલા તથા ઓસમ ખાતે આયોજીત સ્પર્ધામાં ભાગ વિજેતા સ્પર્ધકોએ ગીરનાર આરોહણ- અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો ને સીધે સીધા રાષ્ટ્રીય કક્ષાના ‘‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં’’ મોકલવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે-તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા-જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ,ભોજન,તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પત્ર / મોબાઇલ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.

કોઇપણ બાબતની પૃચ્છા સંબંધમાં સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢનો સંપર્ક કરવાનો રહેશે.

Must Read