Homeમનોરંજનરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા નેદુમુડી વેણુનુ અવસાન | Nedumudi Venu

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા નેદુમુડી વેણુનુ અવસાન | Nedumudi Venu

-

ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અને છ કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારો જીતનાર અભિનેતાનુ દુઃખદ અવસાન,ફિલ્મ અભિનેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

National Award winning Nedumudi Venu passes away at 73 year

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા(National Award-winning) અભિનેતા નેદુમુડી વેણુનું(actor Nedumudi Venu) સોમવારે તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 73 વર્ષની વયે અવસાન થયું. લિવરને લગતી બીમારીઓના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગંભીર હાલતમાં હતા. નેદુમુડી વેણુએ કેવલમ નારાયણ પનીકરના નાટકોથી થિયેટર કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમણે 1978 માં જી અરવિંદન દ્વારા નિર્દેશિત ‘થંબુ’ સાથે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો, મલયાલમ અને તમિલ ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા વેણુએ 500 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દાયકાઓ દરમિયાન, નેદુમુડી વેણુ એક અભિનેતા તરીકે ચમક્યા જે શક્તિશાળી પ્રદર્શન કરી અભિનેતાઓની પ્રથમ હરોળમા આવીને ઉભા રહી ગયા હતા. ગંભીર પ્રકારના પાત્રો અને હાસ્યની ભૂમિકાઓ બખૂબી રીતે નિભાવવામાં માસ્ટરી કેળવી લીધી હતી,માટે ફિલ્મ ઉદ્યોગમાં પ્રશંસા કરવામાં આવી હતી. તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં અરવમ, વિદપરાયમ મુન્પે, કલ્લન પવિત્રન, ચામરમ, ભરથમ, ઓરુ મિન્નામીનગિન્ટે નુરુંગુવેટ્ટમ, ચિતરામ, થેનમવિન કોમ્બાથ, હિઝ હાઇનેસ અબ્દુલ્લા, માર્ગમ અને આરીમપરાનો સમાવેશ થાય છે.

તેમણે કટ્ટાથે કિલિકકુડુ, થેરથામ, શ્રુતિ, અંબાડા નજને, ઓરુ કથા ઓરુ નુન્નક્કથા, સવિધામ અને આંગણે ઓરુ અવધિકલ્થુ જેવી ફિલ્મો માટે પટકથા લેખક બન્યા. અભિનેતાએ પુરમ નામની ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. નેદુમુડી વેણુએ તેના અભિનય માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અને છ કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. અભિનય ઉપરાંત વેણુ મૃદંગમ વગાડવામાં પણ પારંગત હતી. અભિનેતા-ફિલ્મ નિર્માતા પૃથ્વીરાજ સુકુમારન ટ્વિટર પર નેદુમુડી વેણુના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કલાકારનો ફોટો શેર કરતા પૃથ્વીરાજે લખ્યું, “વિદાય વેણુ કાકા! તમારી કાર્યશૈલી અને હસ્તકલામાં તમારી કુશળતા આવનારી પેઢીઓ માટે કાયમ પ્રરેરણાદાયી રહેશે!

#NedumudiVenu ” ફિલ્મ નિર્માતા સંગીત સિવાને પણ આ સમાચાર પર દુખ વ્યક્ત કર્યું છે. તેમની પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “નેડુમુડીવેનુ હવે નથી તે જાણીને ખૂબ જ હચમચી ઉઠ્યા! અમારા શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક. મલયાલમ સિનેમાને આટલું મોટું નુકશાન. તે એક પ્રભાવશાળી અને વૈવિધ્યસભર ફિલ્મોગ્રાફીને છોડી દે છે અને અમારા હૃદયમાં કાયમ માટે જીવશે. #OmShanti.”

Must Read