Homeગુજરાતજામનગરમાં ગોડસેની પ્રતિમાં મુકનાર અને તોડનાર બંનેને ગાંધી સાથે શું નિસ્બત ?...

જામનગરમાં ગોડસેની પ્રતિમાં મુકનાર અને તોડનાર બંનેને ગાંધી સાથે શું નિસ્બત ? રાજકારણ

-

જામનગરમાં ગોડસેની પ્રતિમાં મુકનાર અને તોડનાર બંનેને ગાંધી સાથે શું નિસ્બત? – nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar

થોડા દિવસો પહેલા ગુજરાતના જામનગરમાં એક ઘટના બની, ઘટના નિંદનીય હતી. માટે તેના ઘેરા પ્રત્યાઘાત પડવા જોઈતા હતા. પણ તેવું કશું બન્યું નહીં. પણ વિરોધ પક્ષ (કોંગ્રેસ)ના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેનો વિરોધ થયો.

લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરી અહમત થવું અને માગણી કરવાનો અબાધીત અધીકાર મળતો હોય છે.ભલે કોઈપણ સત્તાને ક્યારેય પોતાનો વિરોધ ગમતો નથી. પરંતુ આ કૃત્યમાં સરકાર અને વિરોધ પક્ષ બંનેની ભૂમિકા વરવી રહી છે તેવું કહી શકાય.

જામનગરમાં એક ધર્મ સંગઠનના નામે કેટલાક લોકો એ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી હતી.

nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar
nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar | image credit : indiatoday.in

છેલ્લા વર્ષોમાં રાષ્ટ્રપિતા ગાંધી પ્રત્યે નફરત ફેલાવવાના કામને વેગ મળે છે તેમાં કોઈ બે મત નથી. ક્યારેક સત્તાપક્ષના સાંસદ તો ક્યારેક નેતા દ્વારા ગોડસેની વાહવાહી અને તેમને કરેલા જધન્ય કૃત્યને બિરદાવવા પ્રયાસ થતા રહ્યા છે. પરંતુ જામનગરમાં જાહેર સંપત્તિ પર રાષ્ટ્રપિતાના ખૂનીની પ્રતિમા મુકવામાં આવી અને સ્થાપના કરનારા લોકોએ ગૌરવ પણ લીધુ.

જેમાં કોઈ પક્ષને જ નહીં પણ સામાન્ય જનતાને પણ વાંધો પડે તે સ્વાભાવિક છે, પરંતુ હમણા માહોલ બદલાયેલો છે. એક ચોક્કસ વિચારધારાના લોકોનો દબદબો હોય તેમ સરકાર પણ આંખ આડા કાન કરી લેતી હોવાના કારણે સત્ય જાણવા છતાં મોટાભાગે લોકો મૌન રહી અંતરઆત્મા સાથે દગો કરે છે.દગો કરવા પાછળ માત્રને માત્ર ભય છે એ કહેવું પડે તેવી જરૂર રહેતી નથી.

જામનગરના કેટલાક કોંગ્રેસના યુવા નેતાઓ એ આ પ્રતિમા સાથે વિરોધ હોય તેને તોડી પાડી હતી – nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar

તેમનો ગુસ્સો વાજબી હતો, સરકારની નિષ્ક્રિયતાના કારણે તેમણે જ સરકારનું કામ હાથ પર લિધુ હતુ. પણ તેના કારણે તે કામ યોગ્ય છે તેવુ કહી શકાય નહીં. ગોડસેની પ્રતીમા મુકનારા તો હિંસાના સમર્થકો હોય તે વાત માની શકાય પણ ગાંધીના વિચારો માટે લડવાનું કહેતા લોકો આવી ઘટનાને અંજામ આપે તે અચરજ પમાડે છે.

nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar
nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar | image credit : morningexpress.in

આ યુવાનો એ જો મહાત્મા ગાંધીના હત્યારા સામે વિરોધ હતો તો સરકાર પાસે ગાંધી ચિંધ્યા માર્ગે જ અવિરત સત્યાગ્રહ કરી લડત ચલાવવી જોઈતી હતી. તેમજ સરકારે પણ જો ખરેખર કાર્યવાહી કરવી જ હોય તો લેન્ડગ્રેબિંગની કાર્યવાહી કરી ગોડસેની પ્રતિમા મુકનારા પર કામ ચલાવવુ જોઈતુ હતુ. પરંતુ ઈંડા-નોનવેજની લારી જેવા મુદ્દે ગુમરાહ કરવાના કામમાંથી સમય મળે ત્યારે સરકાર ખરા કામ કરી શકે !

આ પ્રકારે વિરોધ પક્ષના યુવા નેતાઓ પણ ફોટા પડાવવા અને હું તમારા કરતા વધારે ખુંખાર એ બતાવવા કરતા ખરી સત્યાગ્રહની લડત લડે તો આપો આપ ગાંધી વિચારો ટકી શકે, પરંતુ અહિં તેમનો પણ આશય ગાંધી વિચાર સાથે ક્યાં હોય છે ? જો ખરેખર તેવુ હોય તો તેઓ ક્યારેય આ પ્રકારે ઉગ્ર કાર્યવાહી કરી ગાંધીના નામે રાજકારણ ન કરે.

પરંતુ પ્રજાને પણ હવે મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રચાર દ્વારા હિંસા, જૂઠ્ઠાણું, વિકાસના બદલે ધર્મવાદ અને લગભગ સમગ્ર ગંદુ રાજકારણ જ કોઠે પાડી દેવામાં આવ્યું છે. જેના કારણે જ તેમની આંખો પણ નવા નવા મુદ્દાના ચશ્મા રહે છે અને તેમને પોતાની જાતનો આવનારી પેઢીનો કે દેશની ઉન્નતીનો વિચાર સુધ્ધા નથી આવતો.

દરેક રાજકીય પક્ષો પાસે પોતાની વિચાર ધારા હોય છે તેવું જણાવતા હોય છે. પણ ખરેખર સત્ય તો એ છે કે વિચારધારાથી રાજકીય પક્ષો સત્તા ક્યારેય પણ ન મેળવી શકે. માટે હંમેશા પક્ષો વિચારધારી વાતો કરે છે પણ તે ગમે ત્યારે સત્તા માટે વિચારધારાને નેવે પણ મુકી દેતી હોય છે. આમ પણ નેતાઓ માનતા હોય છે કે રાજકારણની રમતમાં કોઈ નિયમ નથી હોતા. આવું જ કંઈક કોંગ્રેસ અને ભાજપનું રાજકારણ છે. nathuram Godses statue vandalised by Congress in Gujarats Jamnagar

મહાત્મા ગાંધીની વિચારધારાને માનતા પક્ષ હોવાનું દાવો કરતું કોંગ્રેસ મહાત્મા ગાંધીની વિચારધારાથી જમીન-આસમાન જેટલુ દુર છે. ભાજપની પણ ધર્મના નામે રાજકારણ કરવાના એકમાત્ર વિકલ્પના લિધે આવી જ સ્થિતી છે. આ બાબત બંને પક્ષ અને તેના નેતાઓ ખુબ સારી રીતે જાણે છે. આ વાત જો કોઈ નથી જાણતું તો એ છે પ્રજા અને કાર્યકર્તા.

ગુજરાતીમાં જાણવા જેવું – કોરોના સહાયના ફોર્મ આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી પછી જમા કરાવો.

Must Read