Homeગુજરાતનશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો

નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો

-

યુવાનોને નશાખોરીથી મુક્ત કરવા વિવિધ વિભાગો દ્વારા સંકલન કરી કામગીરી કરવામાં આવશે, ઓગસ્ટ 2022 સુધીમાં જિલ્લાને નશામુક્ત નજીક પહોંચાડવા માટે કેટલાક માપદંડો….

રાજકોટ – નશા મુક્ત ભારત અભિયાન(Nasha Mukt Bharat Abhiyan in Gujarat) અંતર્ગત રાજ્યના આઠ જિલ્લાઓ પૈકી રાજકોટ(Rajkot) જિલ્લામાં પણ નશા મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માર્ગદર્શિકા અનુસાર કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની નશા મુક્તિ અભિયાન કમિટીની રચના કરવામાં આવી છે.

જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સભ્ય સચિવ છે અને જિલ્લાના વિવિધ અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ આમંત્રિત સભ્યો કમિટીના સભ્ય છે. રાજકોટ જિલ્લામાં કાર્યરત નશા મુક્ત ભારત અભિયાનને વેગવંતુ બનાવવા માટે વિવિધ વિભાગોને જનજાગૃતિ તેમજ પરિણામ લક્ષી કામગીરી કરવા માટે એકશન પ્લાન બનાવી કામગીરી સોંપવામાં આવી છે.

ઓગસ્ટ 2022 સુધીમાં રાજકોટ જિલ્લાને નશામુક્ત નજીક પહોંચાડવા માટે કેટલાક માપદંડો અને લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના આરોગ્ય તંત્ર, નશાબંધી અને આબકારી ખાતું, નશામુક્ત કેન્દ્ર વીરનગર, પોલીસ વિભાગ શિક્ષણાધિકારીની કચેરી, સંબંધિત યુનિવર્સિટીઓ સહિતના વિભાગો તંત્ર કચેરીઓને જરૂરી કામગીરી કરવા તેમજ ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓથી 100 મીટરના અંતરે ગુટખા તમાકુ કે કેફી દ્રવ્યોનું વેચાણ પ્રતિબંધની કડક અમલવારી થાય

અને તાલીમાર્થી પોલીસ જવાનની અભિયાન હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવે તેમજ નશા મુક્ત થયેલ વ્યક્તિઓનું સન્માન સહિતના  કાર્યક્રમનો એક્શન પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.

Must Read