Homeવાયરલ ખબરકેમ પત્રકારોને કર્યા અર્ધનગ્ન ! શું છે વાયરલ તસવીરનો મામલો જાણો

કેમ પત્રકારોને કર્યા અર્ધનગ્ન ! શું છે વાયરલ તસવીરનો મામલો જાણો

-

Breaking News Gujarati : લોકશાહીને શરમાવે તેવી કથિત તસવીરો સામે આવી છે. આ કથિત તસવીરો મધ્યપ્રદેશના પત્રકારોની હોવાનું જણાવાઈ રહ્યું છે. જેમાં પત્રકારોને અર્ધનગ્ન Naked Journalist કરી ખડા કર્યાની ઘટના બની હોવાનું કથન પણ સોશિયલ મીડિયા પર વાયરલ Viral News Today થતું જોવા મળી રહ્યું છે. કથિત ઘટના મધ્યપ્રદેશ Madhya Pradesh ના સિધી જિલ્લાની છે જ્યાં સિધી જિલ્લાની પોલીસે પત્રકારોને પોલીસ સ્ટેશન Police Station બોલાવી અર્ધ નગ્ન અવસ્થામાં ઊભા રાખ્યા હતા. આ મામલે કહેવાય છે કે આ પત્રકારોમાંના મોટાભાગના યુટ્યુબ Youtube પર સમાચારો ચલાવતા હતા. અને તેમને ભાજપ BJP ના ધારાસભ્ય વિરુધ્ધ સમાચાર ચલાવ્યા હતા જેનું આ પરિણામ ભોગવવું પડ્યું છે.

પરંતુ કથિત ઘટનાની તસવીર ટ્વિટ Tweet કરી હિન્દુસ્તાન ટાઈમ્સના પત્રકાર રીતેશ મીશ્રા એ લખ્યું છે કે, આ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના યુ ટ્યુબર્સ છે, ખબર નહીં તેમને શું અપરાધ કર્યો છે પરંતુ કોઈ પણ અપરાધ હોય આટલો ગંભીર ન હોય શકે કે તને આ હાલતમાં ખડા કરી દેવાય. આ હ્યુમન રાઈટ્સ અને હ્યુમન ડિગ્નીટીની મજાક છે. કદાચ આરોપી હોય તો પણ આવું તો ન થવું જોઈએ. સાથે જ તેમણે વધારાની માહિતી મળતા ફરી ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ ઘટનાની તસવીરમાં બે યુટ્યુબર્સ છે, બે લોકલ કોંગ્રેસ નેતા અને થોડા થીયેટર આર્ટીસ્ટ છે. પરંતુ કાયદો આવું કરવા પોલીસને કોઈ અધિકાર આપતો નથી.

Naked Journalist Viral news/ MP માં કેમ પત્રકારોને કર્યા અર્ધનગ્ન ?

અન્ય એક અહેવાલ પરથી માહિતી મળે છે કે, આ તસવીરમાં પત્રકાર કનિષ્ક તિવારી પણ છે. તે બઘેલીમાં પોતાની યુટ્યુબ ચેનલ પર સમાચાર પ્રસિધ્ધ કરે છે. તેઓ અગાઉ એક નેશનલ ન્યુઝ સાથે પણ જોડાયા હતા.

આ અર્ધનગ્ન યુવકોની તસવીર ટ્વિટ કરતા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીયના અધ્યક્ષ શ્રીનિવાસ એ જણાવ્યું કે, ‘ધ સ્ટેટ ઓફ જર્નાલીઝમ ઈન ઈન્ડીયા’.

એક વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ, આ પત્રકારોએ ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લા વિરુદ્ધ સમાચાર ચલાવ્યા હતા, જેના કારણે શુક્લા ગુસ્સે થયા હતા. તેમના કહેવા પર, સીધી પોલીસે કનિષ્ક અને તેના સહયોગીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી અને તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આ રીતે અપમાનિત કર્યા. સાથે જ પોલીસનું કહેવું છે કે આ લોકો નકલી આઈડીથી ભાજપ સરકાર અને ધારાસભ્યો વિરુદ્ધ સમાચાર લખે છે અને બતાવે છે.

અત્યારે તો આ તસવીરે મીડિયા જગતમાં હલચલ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ દિલ્હી પ્રેસ ક્લબમાં દેશભરમાં પત્રકારોની ઉત્પીડન વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો:

સુરતમાં સોનુ શોધવા ગટરમાં ઉતરેલા યુવકોના ગુંગળામણથી કરૂણ મોત

ઓછા સ્ટાફે ચાલતી લોધીકા પોસ્ટ ઓફિસથી અનેક સેવાને અસર, સામાજિક કાર્યકરોની રજૂઆત

વીડિયો/ભીષણ ગરમીમાં 50 કલાકમાં 350 કિ.મી. દોડીને દિલ્હી પહોંચ્યો યુવાન જાણો શું છે માંગણી

Read More Viral Video News Gujarati :

જુઓ વિડીયો: નવા બુલેટમાં થયો જોરદાર વિસ્ફોટ

ગાંજા રવાડે ચડેલા પુત્રને માતાએ એવી સજા આપી કે Video જોઈને પણ આંખો બળવા લાગે

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Must Read