Friday, May 13, 2022

આકાશમાંથી રહસ્યમયી ગોળા ખાબક્યાં, આણંદના 3 વિસ્તારમાં પડ્યા ગોળા: Video

રહસ્યમયી Mysterious આણંદ : આણંદના ખંભોળજ, ભાલેજ અને રામપુરાના વિસ્તારોમાં આકાશમાંથી રહસ્યમયી રીતે ગોળા જેવી વસ્તુઓ નીચે પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય સાથે કુતુહલ જોવા મળ્યું હતું. આકાશમાંથી જમીન પર પડેલા ગોળા જેવી વસ્તુને જોવા લોકો ટોળે વળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનીની ઘટના નોંધાઈ નથી. આ ઘટનાના વિડીયો Video સામે આવતા સોશિયલ મીડિયા Social Media પર પણ કુતુહલ પ્રસરતું જોવા મળી રહ્યું છે.

આણંદ જિલ્લા Anand Districtના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબાના વિસ્તારમાં આજરોજ અચરજ પમાડે તેવી ઘટના નોંધાઈ હતી. વિવિધ ત્રણ સ્થળે અકાશમાંથી ગોળ મોટાદડા જેવા આકારની ધાતુની વસ્તુઓ પડી હોવાના અહેવાલ છે. ત્યારે પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ અવકાશમાં મોકલાતા સેટેલાઈટના હિસ્સા હોવા જોઈએ.

ઘટનાની ગંભીરતા પારખી પોલીસ તંત્ર અને સ્થાનિક સબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે વિવિધ તપાસ એજન્સીઓને પણ ઘટના અંગે વાકેફ કરવા જાણ કરવામાં આવી છે.

આકાશમાંથા પડેલા પદાર્થને કારણે કોઈ પણ વ્યક્તિને પહોંચ્યાના અહેવાલ નથી. માનવામાં આવે છે કે આ રહસ્યમયી ગોળા જેવો પદાર્થ હાઈ-વે પર કે ગામમાં પડ્યો હોત તો લોકના જીન જોખમમાં મુકાયા હોત.

Mysterious Video વિડીયો- આકાશમાંથી રહસ્યમયી ગોળા ખાબક્યાં: આણંદ

મહત્વની વાત છે કે આ પહેલા 2 એપ્રિલ 2022ના રોજ મહારાષ્ટ્રના લાડબોરી ગામમાં પણ આ પ્રકારે ઉલ્કાપિંડ જેવું કંઈક પડ્યાની ઘટનાની નોંધ કરી હતી. ગામના લોકોને એરોપ્લેન જેવા અવાજ સાથે વિસ્ફોટ પણ જોવા મળ્યાનું અહેવાલો પરથી માલુમ પડે છે. બાદમાં આ અજ્ઞાત વસ્તુ સેટેલાઈટના ટુકડા હોવાનું બહાર આવ્યું હતું.

જાન્યુઆરી 2016માં વિયેતનામ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને તુર્કીમાં યેન બાઈમાં આવી જ ઘટનાઓ નોંધાઈ હતી.

- Advertisment -

Must Read

pm modi consumer price index high gujarati news

મોંઘવારીએ માઝા મુકી ! રિટેલ ફૂગાવ દર રકોર્ડ બ્રેક સપાટી પર...

Latest Gujarati News : મોંઘવારીએ માઝા મુકી ! રિટેલ ફૂગાવ દર રકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યો. સતત વધતી જતી મોંઘવારીનો...