Homeમનોરંજનઆ બાળકોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખ્યા પત્રો, જાણો શું લખ્યું પત્રમા

આ બાળકોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખ્યા પત્રો, જાણો શું લખ્યું પત્રમા

-

આસામના ગુવાહાટીમાં બે બાળકોને લાગ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તેમની ‘ગંભીર ચિંતા’ વિશે લખવું જોઈએ. બાળકો દાંત પડવા અને તેમના મનપસંદ ખોરાકને ચાવવા માટે મુશ્કેલી અનુભવે છે. હા, તમે તે બરાબર વાંચ્યું! છ વર્ષના રાયસા રાવજા અહેમદ અને પાંચ વર્ષના આર્યન અહમદ દાંત પડી ગયા પછી હજુ સુધી ફરી ન ઉગવાને કારણે પોતાની પરેશાની વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આસામના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ બે બાળકોના પત્રોની ફેસબુક પર એક પોસ્ટ હવે વાયરલ થઈ છે.

ગુવાહાટી ના બે બાળકો એ દાંત તૂટી જતા વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને લખ્યો પત્ર – siblings-write-a-letter-to-modi-and-himanta-biswa-sarma

જ્યારે બાળકોના કાકા મુખ્તાર અહમદે તેમના દ્વારા લખેલ પત્રો વાંચ્યા ત્યારે તે ખુશ થઇ ગયા અને તેને તેના ફેસબુક પેજ પર એ પત્ર શેર કર્યો. બંને બાળકો દ્વારા લખવામાં આવેલા પત્રોમાં પીએમ મોદી અને સીએમ સરમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને ‘કૃપા કરીને જરૂરી કાર્યવાહી’ કરવાની વિનંતી કરવામાં આવી છે. પત્રોમાં એ પણ લખ્યું છે કે તેઓ કેવી રીતે તેમના મનપસંદ ખોરાકને યોગ્ય રીતે ચાવવા માટે અસમર્થ છે.

25 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ શેર કરવામાં આવી હતી
કેપ્શનમાં લખ્યું, ‘પ્રિય હિમંત બિસ્વા સરમા અને પ્રિય નરેન્દ્ર મોદી, મારા પર વિશ્વાસ કરો, હું ઘરે નથી, હું ફરજ પર છું, મારી ભત્રીજી રાવજા (6 વર્ષ) અને ભત્રીજા આર્યન (5 વર્ષ) વતી આ પત્ર…કદાચ તેમને આ પત્ર પોતાની જાતે જ લખ્યો છે. કૃપા કરીને તેમના દાંત માટે કંઈક કરો કારણ કે તેઓ તેમના મનપસંદ ખોરાકને ચાવી શકતા નથી. ‘ આ પોસ્ટ 25 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી અને નેટીઝન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

CM હિમંત બિસ્વાનો જવાબ આવ્યો
હિમંત બિસ્વા સરમાએ છ વર્ષના રાયસા રાવજા અહેમદ અને પાંચ વર્ષના આર્યન અહમદ દ્વારા લખેલા પત્રનો જવાબ આપ્યો અને તેનો જવાબ ટ્વિટ કર્યો જે હવે ટ્વિટર પર વાયરલ થયો છે. આસામના સીએમ હિમંત બિસ્વાએ ટ્વિટ કર્યું, ‘તમારા માટે ગુવાહાટીમાં એક સારા ડેન્ટિસ્ટની વ્યવસ્થા કરવાથી મને આનંદ થશે જેથી આપણે સાથે મળીને તમારા મનપસંદ ભોજનનો આનંદ માણી શકીએ.’

Must Read