Homeગુજરાતરાજકોટરાજકોટ પોલીસને ચકચારી હત્યા કેસમાં ભુરો મળ્યો નથી અને હવે મયુરસિંહ પેરોલ...

રાજકોટ પોલીસને ચકચારી હત્યા કેસમાં ભુરો મળ્યો નથી અને હવે મયુરસિંહ પેરોલ જમ્પ કરી થયો ફરાર

-

Rajkot News : રાજકોટના પોશ વિસ્તાર યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ન સોસાયટીમાં મકાન ખાલી કરાવવા મામલે ચકચારી ધમાલમાં કારખાનેદારની હત્યા થઈ હતી. આ માલમે સંડોવાયેલો આરોપી ભુરો ઉર્ફે ભરત સોસા (Bhuro Sosa) હજુ રાજકોટ પોલીસની (Rajkot Police) પકડથી દુર છે ત્યારે જેલમાં રહેલો આરોપી આરોપી મયુરસિંહ જાડેજા (Mayursinh Jadeja)જેલમાં હતો તે 14 દિવસની પેરોલ મેળવી જેલ બહાર આવ્યો હતો. જે પણ હાલ ફરાર થઈ જતા શહેરીજનોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે.

રાધેક્રિષ્ન સોસાયટીમાં મકાન ખાલી કરાવવા થયેલી ધમાલ પહેલા પણ કથિત આરોપીઓ ત્રાસ આપતા હોય તે મામલે રહિશો ફરિયાદો કરતા રહ્યાં હતા. બાદમાં થયેલી આ ધમાલમાં કારખાનેદારનું મોત નિપજ્યું હતું. જે મામલે હત્યા અને એટ્રોસિટીના ગુનો નોંધાયો હતો. આ કેસનો આરોપી મયુરસિંહ પેરોલ મેળવી ગત 6 સપ્ટેમ્બરના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું તે નહીં થઈ ફરાર થયાનો અહેવાલ છે.

વધુ વાંચો- જીજ્ઞેશ મેવાણી પર હુમલો પુર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહના ફોલ્ડરે હુમલો કર્યાનો આરોપ: અમદાવાદ

ઉલ્લેખનીય છે કે, મકાનખાલી કરાવી સસ્તામાં જમીન પચાવી લેવાના કથિત કાંડમાં સોસાયટીના રહિશો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ધમાલમાં 17 ફેબ્રુઆરી 2022 ના રોજ કારખેનાદાર અવીનાશભાઈ ધુલેસીયાનું મોત નિપજ્યું હતું.

આ મામલે પોલીસ ફરિયાદ અને શહેરીજનોમાં ચકચારી ઘટનાને કારણે ફાટી નિકળેલા રોષ બાદ યુનિવર્સિટી પોલીસ ત્યાર બાદ ક્રાઈમબ્રાંચ અને સીઆઈસેલ ગાંધીનગરને સોંપવામાં આવી હતી. આ મામલે આરોપી મયુરસિંહ જાડેજા તેમજ અમિત ભાણવડિયા (Amit Bhanvadiya) અને નામચીન ભુરો ઉર્ફે ભુરો સોસાની પોલીસે શોધખોળ આદરી હતી.

આ કેસમાં પોલીસની શોધખોળ દરમિયાન જ આરોપી અમિત ભાણવડિયાએ કોર્ટમાંથી વચગાળાની રાહત મેળવી લીધી હતી. તેમજ આરોપી મયુરસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. હાલ આરોપી મયુરસિંહ જેલમાં હતો અને પોલીસ ચોપડે ભુરો ઉર્ફે ભરત સોસા ફરાર નોંધાયો છે.

વધુ વાંચો- મહિલા સશક્તિકરણના નામે શોષણ થાય છે; રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...