36 C
Ahmedabad

મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપીને ઝડપી પાડતી ગુજરાત ATS, જાણો કેવી રીતે ઝડપાયા…

Published:

અમદાવાદ : ગુજરાત ATSને હાથ મોટી સફળતા લાગી છે. ગુજરાત એન્ટી ટેરેરિઝમ સ્ક્વોડ (એ.ટી.એસ. ATS)એ દાઉદ ઈબ્રાહિમના ચાર સાથીદારોની ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારેય આરોપીઓ ATSના જણાવ્યા મુજબ મુંબઈ બ્લાસ્ટમાં વોન્ટેડ જાહેર કરાયેલા છે. ચારેય આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મજુબ ગુજરાત ATS એ ઝડપી પાડેલા દાઉદની નજીકના અને મુંબઈ સિરિયલ બ્લાસ્ટ સાથે સંડોવાયેલા આરોપીઓ બોગસ પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. મુંબઈ બ્લાસ્ટ બાદ આ આરોપીઓ વિદેશ નાસી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા ચાર આરોપીની ઓળખ ATS દ્વારા અબુ બકર, યુસુફ ભાટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે આપવામાં આવી છે. ATSને ગુપ્ત બાતમી મળતા એક ઓપરેશન ચલાવી આ ચારેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1993ની 12 માર્ચના રોજ મુંબઈમાં એક પછી એક કુલ 12 સીરીયલ બ્લાસ્ટ થયા હતા. મુંબઈના આ સિરિયલ બ્લાસ્ટ Mumbai Serial Blast પ્રકરણમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગનો હાથ હોવાની માહિતી ખુલી હતા. ત્યારે આ ચાર આરોપીઓ દેશ છોડી વિદેશ નાસી ગયા હતા. આરોપીને વિદેશ નાસી જતા પોલીસે ચારેય આરોપીને વોન્ટેડ Wanted Accuse જાહેર કર્યા હતા.

Mumbai Serial Blast Case: મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપીને ઝડપી પાડતી ગુજરાત ATS

આ આરોપીઓ ભારતની એજન્સીની નજરથી બચવા અને ગુમરાહ કરવા માટે પોતાના નામ બદલતા રહેતા હતા. અમદાવાદ ખાતે પણ આરોપી નકલી પાસપોર્ટ બનાવી આવ્યા હતા અને તે પાસપોર્ટમાં આપેલું સરનામું પણ ખોટું હોવાનું ATS (Gujarat ATS) દ્વારા જણાવાયું છે.

અમદાવાદ ATSને મળેલી બાતમીના આધારે આ ચારેય આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આ સમગ્ર ઓપરેશનને ગુપ્ત રાખવામા આવ્યું હતું. બાતમીના આધારે ચારેય આરોપીઓની અમદાવાદ એરપોર્ટની નજીકથી જ ધરપકડ કરી લેવામાં આવી છે.

1993માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ થયા હતા તેમાં આ આરોપી દ્વારા લોજિસ્ટિક સપોર્ટની સુવિધા પૂરી પાડવાનો આરોપ છે. આરોપીઓ ભારત છોડી ભાગી ગયા હતા. આ મામલે હવે સેન્ટ્રલ એજન્સીઓની તપાસ થશે ત્યારે વધુ માહિતી સામે આવી શકે છે. પરંતુ ગુજરાત વિધાનસભા નજીક હોવું અને આરોપી અમદાવાદ આવ્યા હતા તે બાબતને લઈ એક અહેવાલમાં શંકાઓ પેદા કરવામાં આવી છે.

Related articles

Recent articles